આરબીઆઈ મામલે નાણામંત્રી અરુણ જેટલીના નિવેદન બાદ શેર માર્કેટમાં ઉછાળો; સેન્સેકસ ૫૫૦ અંક અપ રહ્યો
શેરબજારની અગાઉ ડામાડોળ સ્થિતિ બાદ હવે, મહંદઅંશે સુધારાઓ નોંધાઈ રહ્યાં છે. બુધવારના રોજ શેરબજારમાં દિવાળી પહેલા “દિવાળી આવી ગઈ હોય તેમ માહોલ સર્જાયો હતો. એક જ દિવસમાં રોકાણકારોની સંપતિમાં ૧.૯૨ લાખ કરોડનો વધારો થઈ ગયો હતો તો આજે પણ હકારાત્મક સંકેતોની સાથે શેરબજાર અપ રહ્યું છે. સેન્સેકસ ૭૪ અંકની સાથે મજબૂત તો એલ એન્ડ ટીમાં ૪ ટકાની તેજી નોંધાઈ છે.
બુધવારના રોજ સેન્સેકસ ૫૫૦.૯૨ અંક એટલે કે ૧.૬૩ ટકા વધી ૩૪,૪૪૨.૦૫ અંક પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એજન્સીનો નિફટી પણ ૧૮૮.૨૦ અંક એટલે કે ૧.૮૫ ટકા મજબુતીની સાથે ૧૦,૩૮૬.૬૦ અંક અપ રહ્યો હતો. આ અંગે સેકટમ વેલ્થ મેનેજમેન્ટના મુખ્ય અધિકારી સુનીલ શર્માએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકની વચ્ચેની ખેંચતાણના સમાચારોના પગલે શઆતમાં કારોબારમાં ઘટની ધારણા હતી પરંતુ ત્યારબાદ ઝડપી રીકવરી થઈ હતી.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, શેરબજાર વિશ્ર્લેષકોના મતે અમેરિકાના રાહતના સંકેતોના કારણે હવે, શેરમાર્કેટની “ઝડપી વાપસી શકય છે. એશિયાઈ બજારોમાં ચીનનો શંધાઈ કંપોઝીટ ૧.૩૫ ટકા, હોંગકોંગનો હેંગસેંગ ૧.૬૦ ટકાની સાથે તેજી રહી હતી. જેની અસર ભારતીય બજારમાં નોંધાઈ છે.
એચડીએફસીનો શેર ૬ ટકા મજબૂત રહ્યો જયારે ઈન્ડસ ઈન્ડ બેંક, ઈન્ફોસીસ અને એકસીસ બેંકનો શેર ૪ ટકા સુધી વધ્યો હતો તો બીજી તરફ કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, માતિ સુઝુકી, અંદાણી પોર્ટસનો શેર ૩ ટકા સુધી નીચે પટકાયો હતો.