Diwali 2024 : દિવાળીનો તહેવાર ખૂબ જ મોટો હોય છે અને ભારતમાં તેને ધામધૂમથી ઉજવવામાં આવે છે. Temj દિવાળીના દિવસથી લઈને તુલસીવિવાહ સુધી ઘરને રોશનીથી સજાવવાની પરંપરા રહેલી છે. કારણ કે આ તહેવારને ‘રોશનીનો તહેવાર’ પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકોના ઘરોને ફૂલોથી ડેકોરેશન કરે છે. જો તમે પણ આ દિવાળી 2024 માં તમારા ઘરને એકદમ નવો લુક આપવા માંગતા હોવ અને તમારા ઘરને સુંદર ફૂલોથી સજાવવા માગતા હોય તો જાણો અહી ટિપ્સ …

દિવાળી પર ઘરને સુંદર રીતે સજાવવાની પરંપરા છે. તેમજ એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. તેથી ઘરને સુંદર અને આકર્ષક બનાવવા માટે ફૂલોથી સજાવવામાં આવે છે.

fulo 1

દિવાળી પર તમારા ઘરને સજાવવાની પરંપરા છે. આ દરમિયાન દરેક વ્યક્તિ આ દિવસે પોતાના ઘરને સ્વચ્છ અને રંગીન બનાવે છે. તેમજ દિવાળીના દિવસે સજાવટનું ઘણું મહત્વ હોય છે.

દિવાળીના દિવસે લોકો પોતાના ઘરને ફૂલોથી સજાવે છે, કારણ કે આ દિવસે દેવી લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે, આ ઉપરાંત આ દિવસે દેવી લક્ષ્મીના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવે છે. આ સાથે ઘરનું મંદિર, મુખ્ય પ્રવેશદ્વાર, રૂમ, બાલ્કની બધે શણગારવામાં આવે છે. આ દિવસે ઘરનો દરેક ખૂણો ચમકે છે અને સુંદર દેખાય છે.

fulo1

દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. આ દરમિયાન દરેક ઘરને મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવે છે.  તેમજ આ દિવસે મેરીગોલ્ડ ફૂલ, આસોપાલવના પાન અને આંબાના પાનનું વિશેષ મહત્વ છે.  તેમજ તમે આ ડિઝાઈનમાંથી ડેકોરેશન આઈડિયા પણ લઈ શકો છો અને તમારા ઘરને ખાસ અને સુંદર બનાવી શકો છો.

fulo2

તમે મેરીગોલ્ડ ફૂલોની સાથે ગુલાબનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત, તમે વચ્ચે આસોપાલવના પાંદડા પણ ઉમેરી શકો છો. તેમજ જો તમે પણ આ દિવાળીમાં તમારા ઘરને સજાવવાનું વિચારી રહ્યા છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.