અબતકના આંગણે પધારેલા સંતોએ બાલાજી હનુમાન મંદિરનો ઇતિહાસ અને ભાગવત કથા/ ઘર સભાના ધર્મોત્સવની વિગતો સાથે કર્યો સત્સંગ
સૌરાષ્ટ્રના પાટનગર અને ધર્મ સાથે વિદ્યા અને સંસ્કાર નગરી ગણાતી રાજકોટમાં ભુપેન્દ્ર રોડ બાલાજી હનુમાન મંદિરે આવતીકાલથી શ્રીમદ ભગવત કથા તથા ઘર સભા ના ધર્મોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે અબ તકની મુલાકાતે આવેલા સ્વામિનારાયણ સંતો બાલાજી હનુમાન મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી, ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ના સ્વામી રાધા રમણ સ્વામી, સ્વામી કૃષ્ણ વલ્લભ સ્વામી અને તેમની સાથે આવેલા હરિભક્તોમાં ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી એ મહોત્સવની વિગતો આપતા જણાવ્યું હતું કે બાલાજી હનુમાન મંદિર કરણસિંહજી હાઇસ્કુલ ભુપેન્દ્ર રોડ રાજકોટ ખાતે આવતીકાલે તારીખ 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત કથા તથા ઘરસભાનું આયોજન કરવામાં આવ્યું છે
આ કથામાં મુખ્ય વક્તા તરીકે શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી જેતપુર વાળા દરરોજ બપોરે સાડા ત્રણથી સાડા છ કથાનું રસપાન કરાવશે ત્યાર પછી સાંજે ઘર સભામાં સ્વામી નિત્ય સ્વરૂપ દાસજી સરધાર ધામ વાળા સાંજે 8 થી 11 હરિભક્તોને સત્સંગનો લાભ આપશે આ મહોત્સવમાં તારીખ 12 એપ્રિલ બુધવારે બપોરે ત્રણ વાગે સ્વામિનારાયણ મંદિરથી કથા સ્થળ બાલાજી મંદિર સુધી પોથી યાત્રા બાદ સાંજે સાડા ચાર વાગે કથાનો પ્રારંભ થશે. કથા દરમિયાન 15 મી એપ્રિલ શનિવારે સાંજે છ વાગે રામ જન્મોત્સવ રાત્રે 10:30 વાગે કૃષ્ણ જન્મોત્સવ 18 તારીખે મંગળવારે રૂક્ષ્મણી વિવાહ ના પ્રસંગો નો લાભ ભક્તોને આપવામાં આવશે આ મહોત્સવમાં દેવ કૃષ્ણ સ્વામી ,શાસ્ત્રી માધવ પ્રિયદાસજી સ્વામી છારોડી, શાસ્ત્રી નોતમ પ્રકાશ દાસજી સ્વામી મંગલ ઉદબોધન કરશે
જ્યારે પ્રેરક ઉપસ્થિત મહાનુભાવો માં રાધા રમણ ટેમ્પલ બોર્ડ જુનાગઢના દેવ નંદન સ્વામી, વડતાલના લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડના કોઠારી દેવપ્રકાશ દાસજી સ્વામી અને ગઢડા ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડના શાસ્ત્રી હરિ જીવનદાસજી સ્વામી ઉપસ્થિત રહેશે અને કુંડળધામના જ્ઞાન જીવનદાસજી સ્વામી રાજકોટ ગુરુકુળના દેવપ્રસાદદાસજી સ્વામી પીપલાણા ના મોહન પ્રસાદ દાસજી સ્વામી અને લોયાધામના ઘનશ્યામદાસજી સ્વામી, વંથલીના દેવપ્રસાદદાસજી સ્વામી, ફરેણીના બાલકૃષ્ણદાસજી સ્વામી ,કણાભાના સત્સંગ ભૂષણદાસજી સ્વામી અને સુરત ગુરુકુળના ધર્મ વલ્લભદાસજી સ્વામી આશિરવચન ઉદબોધન કરશે.
દેશ દેશાવર ના સ્વામિનારાયણ સંતોની સાથે સાથે રાજકીય સામાજિક મહાનુભાવો પણ આ મહોત્સવનો લાભ લેશે કથાના મુખ્ય યજમાન તરીકે પાર્વતીબેન અને ભગવાનજીભાઈ રામાણીની સ્મૃતિમાં બાવન ભાઈ, ચેતનભાઇ રામાણી, મગનભાઈ, સુશીલાબેન ,હરિકૃષ્ણ, બંસી ,પ્રિયંકા, હેનીલ અને હિરલ ને મુખ્ય યજમાન નો ધર્મ લાભ પ્રાપ્ત થશે મંદિરના મુખ્ય મનોરથી માં રાજકોટના ચંદ્રિકાબેન પ્રફુલભાઈ જસાણી એક કરોડના મનોરથી.. સભા મંડપના મુખ્ય મનોરથી માં બાલાજી વેફર ગ્રુપના ભીખુભાઈ પોપટભાઈ વિરાણી ,ચંદુભાઈ પોપટભાઈ વિરાણી ,કનુભાઈ પોપટભાઈ વિરાણી દ્વારા એક કરોડ ના મનોરથી અને મુખ્ય ગેટના મનોરથ થી માં પ્રભુદાસ શાંતિલાલ પારેખ શિલ્પા જ્વેલર્સ વાળાના 51 લાખ રૂપિયા કથાના સહયોજમાન પુણ્યનો ધર્મલાભ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય ને પુણ્ય ફળ મળશે
આ મહોત્સવમાં વિવિધ ધર્મ સંપ્રદાયના માનુભાવો રાજદ્વારીમાં અનુભવ પદાધિકારીઓ સરકારી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે બાલાજી હનુમાન મંદિર નિર્માણ માટે યોગદાન માટે નિમિત બનવા કોઠારી મુનિ વત્સલદાસજી સ્વામી97235 24324 નિખિલભાઇ 98249 49303 નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા કોઠારી હરિચરણ દાસજી સ્વામી, વિવેક સાગર દાસજી સ્વામી, રાધા રમણદાસજી સ્વામી, પૂજારી ભક્ત વત્સલ દાસજી સ્વામી, જયપ્રકાશ દાસજી સ્વામી, પુરાણી ધર્મપ્રકાશ દાસજી સ્વામી, ભંડારી આત્મજીવનદાસજી સ્વામી અને પાર્ષદવર્ય કાંતિ ભગત દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
રાજકોટનું બાલાજી મંદિર સચેતન ભૂમિ છે અહીં માંગ્યું મળે છે: રાધા રમણ સ્વામી
ચૈત્ર મહિનો હિન્દુ ધર્મમાં આસ્થા અને આધ્યાત્મિક મહિનો છે આ મહિનામાં સત્સંગ કથા અને મંદિર નિર્માણ નો સંકલ્પ બહુ પુણ્ય ફળ આપે છે. ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના રાધા રમણ સ્વામી એ જણાવ્યું હતું કે રાજકોટમાં વર્ષો પહેલા બાલમુકુન્દ સ્વામી દ્વારા બાલાજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, મંદિરની જગ્યા ટૂંકી પડતી હોય સરકાર પાસે જમીનની માંગણી કરી હતી સરકારે જમીન આપી છે. અને હવે નવું મંદિર નિર્માણ થઈ રહ્યું છે બાલાજી હનુમાન ની સ્થાપના પછી રાજકોટનો ખૂબ વિકાસ થયો છે બાલાજી હનુમાનનું મંદિર સચેતન ભૂમિ છે. અહીં માંગો છો તે મળે છે આ મંદિરનો વિકાસ હનુમાનજીના આદેશથી જ થયો છે.
હું રોજ બાલાજી હનુમાનને પ્રાર્થના કરતો કે અમારું રહેવાનું ભવ્ય બની ગયું હવે . તમારું પણ કંઈક કરો: સ્વામી વિવેક સાગર
બાલાજી હનુમાન મંદિર ની વ્યવસ્થા અને આયોજન બેસ્ટ મેનેજમેન્ટ નું ઉદાહરણ છે આ સફર કેવી રીતે સિદ્ધ થઈ છે તેવા અબ તકના પ્રશ્નમાં સ્વામી વિવેક સાગરે જણાવ્યું હતું કે હું રોજ આરતી ટાણે બાલાજી હનુમાનને કહેવાના રૂપે પ્રાર્થના કરતો હતો કે અમારું રહેવાનું તો ભવ્ય બની ગયું. તમારું 150 વર્ષ જૂનું નાનું મંદિર ક્યારે મોટું
થશે? તમે તો કંઈક કરો ?ભગવાન બાલાજી એ મારી સાંભળી લીધી હોય તેમ બાલાજી મંદિર નું ભવ્ય નિર્માણ શક્ય બન્યું.. છેલ્લા દસ વર્ષથી મંદિરની જરૂરિયાતો મુજબ વિકાસ થતો રહ્યો શનિવારે અને મંગળવારે હજારો લોકો ભેગા થાય છે હનુમાન જયંતિ એ તો એક લાખની મેદની ઉમટી પડે છે મેં દાદાને સગવડતા ની પ્રાર્થના કરી હતી અને તેમણે સાંભળી લીધી