નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડ બેઠક યોજાઇ: બાળકોના સર્ંવાગી વિકાસ, કોરોના વોરિયર્સના આકસ્મિક ખર્ચ સાથે અંગ્રેજી માધ્યમ શાળાને ગ્રાન્ટ ફાળવણી સાથે વિવિધ ઠરાવો સર્ંવનુમતે મંજૂર કરાયા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની બોર્ડ બેઠકમાં સૌપ્રથમ ગત સભાની કાર્યવાહિ વંચાણે લઇ જરૂરી ચર્ચા કરવામાં આવેલ અને બાળકોના સર્વાગી વિકાસને ધ્યાને રાખી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને વાઇસ ચેરમેન ભારતીબેન રાવલે કોરોના મહામારીમાં કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા ફિલ્ડ વર્ક તથા ઓફિસ વર્કમાં જોડાયેલ કર્મચારીઓ માટે આકિસ્મક ખર્ચમાં સેનિટાઇઝર ખરીદ કરેલ જે ખર્ચને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું. અધ્યક્ષ નરેન્દ્રસિંહએ વધુમાં જણાવેલ છે કે માન. પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે સતત ચિંતિત હોય સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે પરીક્ષા ૨૦૨૦-૨૧ની પ્રશ્ર્નપત્રો અને ઉતરવહિઓના છાપકામને ટેન્ડરથી કામ આપવા બહાલી આપવામાં આવેલ.
આજરોજ રજુ કરાયેલ એજન્ડામાં બજેટની જોગવાઇઓ મુજબ વિવિધ ખર્ચની બહાલી માટે વાર્ષિક રમોત્સવ, તિરંગા યાત્રા રેલી, અંગ્રેજી માધ્યમ શાળાઓના ગ્રાન્ટ ફાળવણી, તમામ શાળાઓને થર્મલ ગન ફાળવણી તેમજ શાળાઓને સીસીટીવી કેમેરાથી સુસજજ બનાવવી જેવા ખર્ચને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ. તેમજ વધુમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટની કચેરી માટે અને સમિતિ હસ્તકની શાળાઓ માટે જરૂરી સ્ટેશનરી છાપકામ- ખરીદી માટેના કામને ટેન્ડર પ્રક્રિયાથી કરવા મંજુરી આપવામાં આવેલ.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની આજની બેઠકમાં અધ્યક્ષ નરેન્દ્રસિંહ ઠાકુર અને ઉપાધ્યક્ષ ભારતીબેન રાવલના સંવેદનશીલ સ્વભાવથી શાળાઓમાં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષકો માટે અતિમહત્વપૂર્ણ ઠરાવને સર્વાનુમતે બહાલી મળેલ જેમા દિવ્યાંગ શિક્ષકોને શાળાના સિનીયોરીટી મુજબ આચાર્યના ચાર્જમાથી મુકત આપવામાં આવશે.આજરોજ શિક્ષણ સમિતિની બોર્ડ મિટીંગમાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ, સદસ્ય કિશોરભાઇ રાઠોડ, મુકેશભાઇ મહેતા, જગદિશભાઇ ભોજાણી, ભાવેશ દેથરીયા, કિરણબેન માંકડીયા, ગૌરવીબેન ધ્રૃવ, અલ્કાબેન કામદાર, ઘિરજભાઇ મુંગરા, રહિમભાઇ સોરા, રાજેશભાઇ ત્રિવેદી, મુકેશભાઇ ચાવડા, શરદભાઇ તલસાણીયા અને શાસનાધિકારી કિરીટસિંહ પરમાર ઉપસ્થિત રહેલ.