અંજાર સમાચાર
વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અંજાર તાલુકાના રતનાલ ગામે રહેતા દિવ્યાંગે અન્યોને પ્રેરણા આપી છે . દર વર્ષે 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકલાંગ દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે અંજાર તાલુકાનાં રતનાલ ગામે રહેતા સંપૂર્ણ દિવ્યાંગ વ્યક્તિ જે હાલ અન્યોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
અંજાર તાલુકાનાં રતનાલ ગામે રહેતા નંદલાલ એસ. છાંગા પોતે સંપૂર્ણ દિવ્યાંગ હોવા છતાં તેમના તમામ કામ પોતે જાતે જ કરે છે, જેઓને સરકાર દ્વારા કચ્છ ઈલેકશન આઈકોન પણ બનાવવામાં આવ્યા છે.ગુજરાત સરકારે પણ આ દિવ્યાંગની નોંધ લીધી છે.તેમનો એક જ ધ્યેય છે કે, તેમના જેવા અનેક દિવ્યાંગોની સરકાર નોંધ લે અને સરકાર દ્વારા મળતા તમામ લાભો દિવ્યાંગો સુધી પહોંચે.નાનકડી બાબા ગાડીમાં ફરતા નંદલાલભાઈ માત્ર રતનાલ ગામ જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં રહેતા દિવ્યાંગોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.