શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી 25 જેટલા દિવ્યાંગ બાળકોની સાર સંભાળ કરતી દિવ્ય જયોત સંસ્થા દ્વારા દાતાના સહયોગથી બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ઉડાન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્ય જયોત દિવ્યાંગ (મંદબુદ્ધિ) બાળકોની સેવા સંસ્થા કાર્યરત છે. આ સંસ્થામાં 25 જેટલા બાળકોની હાલ સાર સંભાળ કરવામાં આવે છે.
શહેરની શિક્ષિત મહિલાના પરિવારમાં દિવ્યાંગ બાળક હોવાથી શિક્ષિત મહિલાને આ દિવ્યાંગ બાળકની વેદના જોઈ તેને એક દિવ્યાંગ બાળકોની સંસ્થા સ્થાપવાનો વિચાર આવતા કિરણબેન પીઠીયાએ 2016માં શહેરમાં ભાડાના મકાનમાં સંસ્થાનો પ્રારંભ કરી દાતાના સહયોગથી 25 જેટલા બાળકો આજે આ સંસ્થામાં કિલ્લોલ કરી રહ્યા છે.
આ સંસ્થાને ઘરનું બિલ્ડીંગ મળે તે માટે શહેરના સામાજીક આગેવાનો તેમજ સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠીયાના અથાગ પ્રયાસોથી લંડન સ્થિત એમ.એમ.કડીવાર ટ્રસ્ટના કાંતીભાઈ કડીવારના પ્રયાસોથી કોલકી રોડ ઉપર 560 વાર જગ્યા દાનમાં મળેલ ત્યારબાદ થોડા સમય પહેલા રાજકોટ સ્થિત રવિ ટેકનો ફીર્જ પ્રા.લી.વાળા અમૃતલાલ ભરડીયા પરિવાર દ્વારા સંસ્થાને ત્રણ હજાર સ્કવેર ફુટમાં રવિભવન બનાવી આપવાનું બીડુ ઝડપી લઈ ભવનનું ભૂમિપૂજન હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંયોજક સ્વામી પરમાનંદજી સરસ્વતી, મુખ્ય મહેમાન નવનિર્મિત ભવનના દાતા કાંતાબેન ખીમજીભાઈ ભારદીયા હસ્તે અમૃતલાલ ભારડીયા તથા રવિકુમાર ભારડીયાની ઉપસ્થિતિમાં નવા ભવનની શિલાન્યાસવિધિ સંપન્ન થઈ હતી.
આ તકે સાંસદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખારચીયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, નગરપતિ મયુરભાઈ સુવા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, રણુભા જાડેજા, બાંધકામના મુખ્યદાતા કાંતાબેન ભારડીયા, અમૃતલાલ ભારડીયા, રવિકુમાર ભારડિયા, ભૂમિદાતા કાંતીભાઈ કડિવાર, સહયોગી દાતા તમન્નાબેન જલુ, દિનેશભાઈ કણસાગરા, પ્રો.પ્રવિણભાઈ ભેડા, અલ્પાબેન પટ્ટણી, તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા, દિનેશભાઈ ખડીવાળા, હરિભાઈ ઠુંમર, કિરીટભાઈ પાદરીયા, રવિભાઈ માકડિયા, ઉધોગપતિ ધરણાંતભાઈ સુવા, આહિર સારસ્વત મંડળના મજબુતભાઈ હુંબલ,
ભાવેશભાઈ સુવા, હોલીસન ફાઉન્ડેશનના જીજ્ઞેશભાઈ ડેર, ક્રિષ્ના ગ્રુપના વિક્રમસિંહ સોલંકી, ગ્રાહક સુરક્ષા મંડળના ભરત રાણપરીયા, નવાપરી ગ્રુપના ધવલભાઈ માકડિયા, સિઘ્ધાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી, સામાજીક કાર્યકર જીજ્ઞેશભાઈ વ્યાસ, હકુભાવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠીયાની આગેવાનીમાં સંસ્થાના ધનજીભાઈ પંચાસરા, પૂર્વીબેન શાહ, જયેશભાઈ હરસોડા, રમેશભાઈ પીઠીયા, નિતીનભાઈ સાપરીયા, કરશનભાઈ વી.રામ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.