માત્ર રૂ.10માં સાત્વીક જૈન ભોજન-ટિફિન અપાશે: બુધવારે સામુહિક આયંબિલ તપ
ગોંડલ સંપ્રદાયના ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા., સદગુરુદેવ પૂ. પારસમુનિ મ઼સા. તથા ગુરુપ્રાણ પિરવાર અને બોટાદ, સંઘાણી, અજરામર સંપ્રદાયના પૂ. મહાસતીજી વૃંદના સાનિધ્યમાં પરમ પ્રતાપી પ્રગટ પ્રભાવક તપસ્વીજી પૂ. માણેકચંદ્રજી મહારાજ સાહેબની 101મી પુણ્યસ્મૃતિ ઉપલક્ષ્ો શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼શેઠ પૌષધશાળા તથા શેઠ ઉપાશ્રય જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે તા. 4 ને રવિવારે દિવ્ય ગુરૂમંત્ર જપ સાધના માં હજારો ભાવિકો ગુરૂભક્તોએ દિવ્યતાની અનુભૂતિ સાથે આત્મિક શાંતિ અને સમાધિભાવને અનુભવ્યા. જપ સાધનામાં 1100 ઉપરાંત આત્મસાધકો જોડાયા હતાં. 11 ચાંદીની લગડી સાથે 101 લકકી ડ્રો રાખવામાં આવેલ. બોટાદ સંપ્રદાયનાં પૂ. જીગિષાબાઈ મ઼સ.એ ભાવવાહી ગુરૂ સમર્પણનું ભક્તિ સ્તવન મધુર સ્વરે રજૂ ર્ક્યું હતુ. વહાવજો વરસાવજો વિક્સાવજો સંભાળજો, જીવન મેં તો સોંપી દીધુ ગુરૂદેવને. દિવ્ય મંત્ર જાપ સાધના અને નવકારશીનાં લાભાર્થી અમરાપર નિવાસી હાલ મુંબઈ વિનોદચંદ્ર હિરલાલ જેચંદ દોશી પિરવાર વતી અજયભાઈ વિભાકર અને નયનભાઈ કામદાર ઉપસ્થિત રહેલ તેમનું સન્માન સંઘાણી સંપ્રદાય પ્રમુખ અશોકભાઈ કોઠારી ચાર્ટડ એકાઉન્ટન્ટ નિતીનભાઈ કામદાર, જૈન અગ્રણી નિતીનભાઈ મહેતા, ગોંડલ રોડ વેસ્ટ સંઘ પ્રમુખ કિરીટભાઈ શેઠ દ્વારા તપસ્વી ગુરૂદેવનું ચિત્રપટ અર્પણ કરવામાં આવેલ હતુ તેમજ તપસ્વી ગુરુદેવ સમાધિ સ્થાન જેતપુરના ટ્રસ્ટી બિપીનભાઈ ગાંધી, દેવનભાઈ ગાંધીનું સજોડે સન્માન તપસ્વી ગુરુદેવ ચિત્રપટ અર્પણ કરી રોયલપાર્ક સંઘ ઉપપ્રમુખ બિપીનભાઈ પારેખ, શેઠ ઉપાશ્રય ઉપપ્રમુખ શૈલેષભાઈ માઉં તથા 100 ગ્રામ ચાંદીની લગડી અર્પણ કરી સંઘાણી સંપ્રદાયના ચેરમેન મુકુંદભાઈ પારેખ, દિવ્ય ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી નરેશભાઈ મકાણી દ્વારા કરવામાં આવેલ. ભાવનાબેન વસંતભાઈ તુરખીયાનું સન્માન રોયલપાર્ક તથા શેઠ ઉપાશ્રયના મહિલા મંડળના હસ્તે તપસ્વી ગુરુદેવ ચિત્રપટ અર્પણ કરી કરવામાં આવેલ.
રાજકોટ ટુંક સમયમાં ડુંગરગીરી જૈન ભોજનાલયનો પ્રારંભ કરવાની અને તેમાં માત્ર 10 રૂપિયામાં શુધ્ધ અને સાત્વિક જૈન ભોજન તથા ટીફીન પણ આપવાની જાહેરાત કરવામાં આવેલ. તા. 7/1ર/ર0રર ને બુધવારે તપસ્વીજી માણેકચંદ્રજી સ્વામીની 101મી પુણ્યતિથી છે તે ઉપલક્ષ્ો સામુહિક આયંબિલ તપ રાખવામાં આવેલ છે. મંગલાચરણ અને મહામાંગલિક ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ઼સા. એ ફરમાવેલ. દિવ્ય ગુરૂમંત્ર જપ સાધનામાં સંકલ્પ સહ ચાર મંત્રની સાધના કરાવવામાં આવેલ તેમ રોયલપાર્ક ઉપાશ્રયના સંઘપ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠની યાદીમાં જણાવેલ છે.