અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટનું આયોજન: દિવ્યાંગ બાળકોએ દાખવી અદ્ભુત કૌશલ્યતા

હમ ભી કિસી સે કમ નહીં દિવ્યાંગોએ ટેલેન્ટ શોમાં હોંશે હોંશે ભાગ લીધો હતો. અહીં અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટે સ્નેહ સ્પર્શ શોનું આયોજન કર્યું હતું.

તા.૨૧ જુલાઈ ૨૦૧૭ના રોજ હેમુગઢવી હોલ ખાતે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ‘સ્નેહ સ્પર્શ’ નામનો દિવ્યાંગ બાળકોના ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ષ વિદ્યા મંદિર, મુંજકાના સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીએ અધ્યક્ષ સ્થાને હાજરી આપી હતી. તેમના સિવાય ડે.મેયર દર્શિતાબેન શાહ, વિરાણી બહેરા-મુંગા શાળાના પ્રમુખ રજનીભાઈ બાવીસી, જીનીયસ ગ્રુપના રજનીભાઈ બાવિસી તથા ડો.વલ્લભભાઈ કથીરીયા હાજર રહ્યાં હતાં.

આ કાર્યક્રમ વિશે કલ્પકભાઈ મણીઆરને પુછતા તેમણે જણાવ્યું હતું કે, ડો.પી.વી.જોશી જેણે આખી જીંદગી દિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ માટે ખર્ચી છે, ડો.પી.વી.જોશીની યાદમાં ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમને આનંદ છે કે દિવ્યાંગ શબ્દોને સમજીએ તો દિવ્ય પ્લસ અંગ અને તેવા બાળકોમાં જે આવડત છે તેવી કુશળતા તો સામાન્ય બાળકોમાં પણ નથી, આ પ્રોગ્રામથી તેઓ અને તેના માતા-પિતા પણ ઉત્સાહિત થાય છે અને આ કાર્યક્રમમાં કુલ ૧૦ સંસ્થા ભાગ લઈ રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ દિવ્યાંગોને આગળ લાવવા અને સામાન્ય માણસોમાં દિવ્યાંગો માટે લાગણી વિશ્ર્વાસ વધારવા માટે કરાયું હતું.

ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે ડો.પી.વી.જોશીની પૂણ્ય સ્મૃતિમાં દિવ્યાંગ ટેલેન્ટ શોનું આયોજન થયું હતું. દિવ્યાંગોને પણ તાલીમ આપી શિક્ષણ સંસ્કારો આપી તૈયાર કરવામાં આવતા હોય છે તો તેમનો ઉત્સાહ વધારવા, સાથે સમાજના લોકોને સમજણ માટે કે દિવ્યાંગોમાં અદભૂત પ્રકારની શક્તિ રહેલી છે. તેમને એક અંગ ભલે સાથ નથી દેતી પરંતુ તેના બીજા અંગને એટલું જ પ્રબળ બનાવ્યું છે. તેઓ પણ ટેલેન્ટેડ છે તો તે દિવ્યતાને બહાર લાવવાનું કામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી કરવામાં આવે છે. સાથષ સમાજ જાગૃત થાય દાતાથી લઈને સેવાભાવી સુધીના લોકો ભાગ લે, રસ ધરાવે, તન મન ધનથી કોઈપણ રીતે મદદનીશ થાય દિવ્યાંગો કોઈ પણ પાછળ ન રહી જાય, સર્વાંગી વિકાસ થાય, તેમને આશા છે કે દિવ્યાંગો પણ ભવિષ્યમાં અનેક ઉંચાઈના શીખર પાર કરે સમાજમાં સર્વને પ્રેરણા મળે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.