જસાપર ગામે આવેલી બીઆરસી ભવનમા ૩૦થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના દિવડા બનાવ્યા
મૂળી તાલુકાના જસાપર ગામે આવેલ બીઆરસી ભવનમા આઇ ઇ ડી વિભાગ અતર્ગત શિક્ષકો દ્રારા દિવ્યાંગ બાળકો ભવિષ્યમા સ્વનિર્ભર બની શકે તેવા ઉમદા આશય થી વિવિધ પ્રકારની તાલીમ આપવામા આવે છે
તાજેતરમા દિપાવલી પર્વને ધ્યાનમા લઇ મૂળી તાલુકાની શાળામા ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને બીઆરસીભવન જસાપર ગામે નવરાત્રી વેકેશન અને રિસોર્સરૂમના સમય દરમ્યાન આઇ ઇ ડી ના સ્પે. શિક્ષકોએ દિવ્યાંગ વિદ્યાર્થીઓમા રહેલી કલાશકિતને ઉજાગર કરવા દિવડા બનાવવા યોગ્યમાર્ગદર્શશન આપી ત્રીસ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને માટીના કોડીયા આપેલ જેમા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ રંગો પુરી ડેકોરેશન કરી નવા રૂપરંગ આપી દશેક પ્રકારના આકર્ષિત ૧૦૦૦ જેટલા દિવડા બનાવેલ હતા દિવ્યાંગ વિદ્યાર્થીઓમા રહેલી કલા અને ધગશ જોઇ ઉપસ્થિત શિક્ષકો અને વાલીઓ સહિત ગ્રામજનો પ્રભાવિત બની ગયા હતા વિદ્યાર્થીઓએ બનાવેલ દિવડાઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરેલ હતા
દિવ્યાંગ બાળકો સાથે આઇ ઇ ડી દ્રારા વિશ્વ વિકલાગદિન ફલેગડે નવરાત્રી પતંગોત્સવ રક્ષાબંધન સહીત વાર તહેવારો ની ઉત્સાહભેર ઉજવણી કરી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરે છે વાલીઓ દ્રારા દિવ્યાંગ બાળકોને યોગ્ય તાલીમ આપી ભવિષ્યમા પગભર બનાવવાના પ્રયાસોને બી આર સી કો. ઓ.ને. જીગ્નેશભાઇ વ્યાસ અને આઇ ઇ ડી સ્ટાફ ની પ્રસંશા કરી હતી દિવ્યાંગ બાળકોએ બનાવેલ દિવડાઓ દિપાવલી ના પર્વને પ્રકાશમય બનાવશે