બહેરા-મૂંગા શાળા ટ્રસ્ટ દ્વારા આયોજીત રાસ-ગરબામાં માની આરાધના કરતા દિવ્યાંગો
શહેરમાં નવરાત્રી પર્વની વિવિધતા સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં ઢેબર રોડ સ્થિત બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ દ્વારા શનિવારે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં દિવ્યાંગ બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી વિવિધ તહેવારો ‚પે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યાંના બાળકો બોલી કે સાંભળી શકતા નથી છતા પણ મન મૂકીને તેઓએ માં જગદંબાની આરાધના કરી ગરબે ઝૂમ્યા હતા. બહેરા -મુંગા શાળાના આચાર્ય કશ્યપ પંચોલીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે છેલ્લા ૧૫ વર્ષથી દિવ્યાંગ બાળકોની નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આવી જ રીતે દરેક તહેવારોની આ બહેરા મુંગા શાળામાં ઉજવણી કરવામાં આવી છે. તહેવાર બાબતે બાળકોને જ્ઞાન મળી શકે તેમજ અહીના બાળકો પણ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. અમારા ટ્રસ્ટી મંડળનો પણ ખૂબજ સહકાર મળી રહે છે.વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે અહીના બાળકો સાંભળતા નથી છતા ખૂબજ સારી રીતે ગરબા રમે છે. બહેરા-મુંગા શાળાના બાળકોને સૌની જ‚રીયાત છે. લાગણી અને પ્રેમથી જ આ બાળકોની જીંદગી સારી બનાવી શકાય તેના માટે રાજકોટવાસીઓને અમારી સાથે જોડાવાનો અનુરોધ ક‚ છું. અને આ પ્રસંગને વધુને વધુ સારો બનાવી શકાશે.