વૈજ્ઞાનિકોએ જુદા જુદા હોર્મોન્સના પ્રભાવ, અલ્દ્રાસાઉન્ડ તથા અન્ય વૈજ્ઞાનિક શોધો દ્વારાએ પ્રમાણિત કરેલ છે કે ગર્ભમાં બાળક સ્વાદલે છે, સાંભળે છે, યાદ કરે છે, શીખે છે, સમજે છે, ખુશ થાય છે, દર્દ અનુભવે છે, દુ:ખી થાય છે, રડે છે અને તાણ પણ અનુભવે છે. તે કેટલીય ભાષાઓ શીખવાની ક્ષમતા પણ ધરાવે છે.
સંસારનું દરેક પાણી માતાનું સૌથી વધારે ઋણી છે. જો માતૃ શક્તિએ પ્રાણીઓ પર અનુકપાના કરી હોય તો તેમનું અસ્તિવત્વ જોખમમાં આવ્યું હોત. પુત્રીના જન્મ વખતે દુ:ખી થવું અને પુત્રના જન્મ પર મિઠાઇ વહેંચવી તે માનવજાતનું કલંક છે. ક્ધયા ભુણ હત્યા કરવી તે માતૃશક્તિની જ હત્યા છે, માનવતાની હત્યા છે.
માતાના શરીરથી બાળકનું શરીર તથા માતાના મનથી બાળકનું મન બને છે. નકારાત્મક વિચાર, કુપોષિત, તણાવગ્રસ્ત તથા ક્રોધી માતાનું બાળક બીમાર, ચિડીયું, રોતલ, ગુસ્સાવાળુ, ઉદાસ, ના સમજ અને માનસિક, ભાવનાત્મક તથા વ્યવહારિક વિકારોવાળું તથા કેટલીક બિમારીઓ વાળું જન્મે છે. બાળકોના સારાવિકાસ માટે જરૂરી બાબતો માં ગર્ભાવસ્થા દરમ્યાન સ્વસ્થ-પ્રસન્ન અને સકારાત્મક વિચાર સંતુલિત અને સાત્વિક આહાર લેનાર માતાનું બાળક પ્રસન્ન તણાવળુકત- વ્યવહારકુશળ, શાંત-સાચો નિર્ણય લેનારૂ સમજદાર તથા દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે.
દરેક માતા-પિતા એવી ઇચ્છા હોય છે કે એમનું સંતાન સુંદર, બુધ્ધિમાન, સંસ્કારવાન તેમજ સ્વસ્થ હોય. આના માટે ગર્ભમાં જ બાળકનું પોષણ કરી શરીર અને શરીરને ચલાવનારી અંત: ચેતનાનો વિકાસ કરવો ખુબ જ જરૂરી છે. ગર્ભાવસ્થામાં જ બાળકનો શારીરિક-માનસિક અને આધ્યામિક વિકાસ કરી આપણી ઇચ્છાનુસાર બીબામાં ઢાળી શકાય છે. આપણાં ઘરમાં પણ રામ-કૃષ્ણ જેવા પ્રતિભાશાળી તથા દિવ્યસંતાનો જન્મ લઇ શકે છે. ગર્ભ સંસ્કાર આ પૈકીની એક સંસ્કાર વિધી છે.
સંતાનનું નિર્માણ ખરેખર એના જન્મ્યા પછી નહી, પરંતુ ગર્ભકાળ દરમ્યાન શરૂ થઇ જાય છે. તે જન્મે ત્યાં સુધીમાં લગભગ ૮૦ ટકા પુરૂથઇ જાય છે. આ પ્રક્રિયા આપણે જોઇ શકતા નથી પણ તે અદૃશ્ય રૂપથી ચાલતી રહે છે. ટેપરેકોર્ડર જેવી રીતે અવાજને અંકિત કરી લે છે, એવી જ રીતે સ્ત્રીના મનમાં પેદા થતી સારી-નરસી ભાવના તથા વિચાર બાળક પોતાની સ્મૃતિમાં સમાવી છે.
એ પુરી રીતે આત્મજાગ્રત પણ હોય છે. જીવાત્માએ જૂનું શરીર છોડી દીધુ હોય છે અને નવા શરીરની અનુભૂતિએ નથી કરી શકતો એટલે એનું અચેતન મન બધી અનુભૂતિઓને પોતાની સ્મૃતિમાં સંઘરે છે. માતાની વિચારધારા, ભાવનાઓ તથા વ્યવહારનો ગર્ભસ્થ બાળક પર ઉંડલ પ્રભાવ પડે છે. બાળકનાં વિકાસ માટે માતાનો પોષક આહાર તથા વિહાર જેટલા અગત્યના છે એટલુ જ જરૂરી છે. ઘરનું સ્વસ્થ વાતાવરણ જેએની મન: સ્થિતીને સાત્વિક, પવિત્ર, પ્રસન્ન અને પ્રફુલ્લિત રાખે છે. માતાનું ઇન્દ્રિયોનું રીટન અને ચિંતન ગ્રહણ કરવાના બધા સ્ત્રોત શ્રેષ્ઠ હોવા જોઇએ એટલે કે ગર્ભવતી સ્ત્રી જે પણ જુએ, સાંભળે, વિચારે, વાંચે, ખાયએ બધું જ ઉત્કૃષ્ટ તથા સાત્વિક હોવું જોઇએ કેમ કે દિવ્ય તથા પવિત્ર વાતાવરણમાં જ દિવ્ય આત્માઓ જન્મ લે છે.
“શ્રેષ્ઠ આત્માઓ શ્રેષ્ઠ વાતાવરણની શોધમાં રહે છે.
જયારે નિચ આત્માઓ નીચ સ્થિતિવાળું અને સામાન્ય
આત્માઓ સામાન્ય સ્થિતી વાળું વાતાવરણ શોધે છે
પ્રાચિનકાળમાં પોતાની ઇચ્છા પુરી કરવા માટે નહી, પરંતુ આત્મવિકાસ માટે, પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે તથા ઉત્તમ સંતાનો પ્રાપ્ત કરવા માટે ગ્રહસ્થ જીવનમાં પ્રવેશ કરવામાં આવતો હતો.
મહર્ષિ ધૌમ્યે કહ્યું કે, શ્રેષ્ઠ સંતાન પેદા કરવા માટે સંસ્કારી માતા-પિતા, ઉતમ શિક્ષિણ, પ્રેમ તથા સહકારથી ભરેલું વાતાવરણ તથા ઉતમ દેખરેખ હોવા જરૂરી છે. શૌનક ઋષી અનુસાર ઔષધિ સેવન અને યજ્ઞકર્મથી ગર્ભ પવિત્ર અનુશુધ્ધ થાય છે.
આથી પ્રાતિનકાળમાં ઉતમ સંતાન પ્રાપ્તિ હેતું ત્રણ સંસ્કારોનું પ્રયોજન હતું.
ગર્ભાઘાન સંસ્કાર (ગર્ભ સ્થાપના કરતાં પહેલા)
પુંસવન સંસ્કાર (ગર્ભ ધારણ કર્યાના ત્રીજા મહિને)
સીમન્ત સંસ્કાર (ગર્ભ ધારણ કર્યાના સાતમા મહિને)
જો કે હાલના પ્રવર્તમાન યુગમાં ત્રીજો સંસ્કાર સીમન્ત સંસ્કાર જે ગર્ભવતી મહિલાના સાતમા મહિને ખોળા ભરવાનો પ્રસંગ આપણે કરીએ છીએ.