રેસકોર્સ ખાતે ચાલતી ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞ અંતિમ ચરણમાં: રાત્રે નૃત્ય નાટીકા: કાલે સત્સંગ યાત્રાનો અંતિમ દિવસ
રાજકોટના રેસકોર્ષમાં યાદગાર બની ગયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞ અંતિમ ચરણોમાં કાલે શનિવારે છેલ્લો દિવસ, પોરબંદરનાં પરમ વૈષ્ણવ રમેશભાઈ લવજીભાઈ ધડુક પરિવારના સેવા સહયાગેથી રાજકોટના આંગણે યોજાયેલ આ જ્ઞાનયજ્ઞ સત્સંગમાં કડી અમદાવાદના વૈષ્ણવાચાર્ય પૂ. દ્વારકેશલાલજી મહોદયશ્રી અમૂલ્ય ગીતાજ્ઞાનનું હજારો શ્રોતાઓને અમૃતપાન કરાવી રહ્યા છે. કથા સત્સંગના સાત દિવસ દરમ્યાન દરરોજ વિવિધ મંગલ મનોરથોની વૈષ્ણવ સમુદાય ભાવભેર ઉજવણી કરે છે.
ગઈકાલે કથા પ્રારંભ પૂર્વે રમેશભાઈ ધડુક પરિવારે ગીતા પૂજન આરતી કરીને આચાર્ય પીઠે પૂ. દ્વારકેશલાલજીને મલ્યાર્પણ કરી હતી, સામૂહિક આ પૂજનમાં બહારગામથી પધારેલા મહેમાનો પણ સામેલ થયા હતા જેમાં હરદેવસિંહ રાયજાદા (કેશોદ), રાજભા જેઠવા (પોરબંદર), પૂ. કાલિન્દીની વહુજી (દ્વારકા), ડો. જગદીશભાઈ સેરઠીયા, યશુરતીબેન સેરઠીયા, ડો. રાજેશ ઠકકર (જૂનાગઢ) અરવિંદભાઈ વોરા (ધોરાજી), રજનીભાઈ રૂપાપરા, અભયભાઈ લુણાગરીયા (જૂનાગઢ), રતીભાઈ સારોઠીયા, જયભાઈ લુણાગરીયા, છગનભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ ભાલાળા, મગનભાઈ રાજાણી, મનુભાઈ ભાલાળા, કિશોરભાઈ ટીંબડીયા, રણમલભાઈ મેર (ગોંડલ) અશોકભાઈ વૈશ્ર્નાણી, જયેશભાઈ સાવલીયા, અશ્ર્વીનભાઈ કિયાડા, યોગેશભાઈ વઘાસીયા, જયંતિભાઈ સખીયા (ગોંડલ), મેઘાભાઈ સિહોર (કેશોદ), છગનભાઈ વેકરીયા, વિજયભાઈ વાડોદરીયા, ચંપકભાઈ ઉનડકટ (જસદણ), અરવિંદભાઈ સિહાર (જસદણ) વગેરે મહાનુભવોએ આચાર્યપીઠેથી આશીર્વાદ મેળવ્યા હતા.
ગીતા જ્ઞાનયજ્ઞના ગઈકાલે પાંચમા દિવસે ગુજરાત રાજયનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું કથામંડપમાં શુભાગમન થયું હતુ. રમેશભાઈ ધડુક નેમીષભાઈ ધડુક, વિઠ્ઠલભાઈ ધડુક, પ્રચાર ઈન્ચાર્જ સરગમ કલબ, રાજકોટના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા વગેરેએ ગૃહમંત્રીનું સ્વાગત કરીને આવકાર્યા હતા જાડેજાએ આચાર્ય પીઠે પૂ. જેજેને માલ્યાર્પણ કરીને આશીર્વાદ લીધા બાદ અંતિમક્ષણો સુધી કથાનું શ્રવણ કર્યું હતુ અને વિવાહ ખેલ મનોરથના રાસ માણ્યા હતા.
ગઈકાલે કથા મંડપમાં કામવન-રાજકોટના સપ્તમ પિઠાધીશ્ર્વર ગો.૧૦૮ વ્રજેશકુમારજી, ગો.૧૦૮ અનિરૂધ્ધલાલજી તથા રશેષબાવાની પધરામણી થઈ હતી, શ્રોતા સમૂદાયને તેમના દર્શન અને વચનામૃતનો લાભ મળ્યો હતો.
ગઈકાલના ગીતા જ્ઞાન સત્સંગ દરમ્યાન સાળંગપૂર સ્વામીનારાયણ સંસ્થાનના હરિપ્રસાદ સ્વામી તથા ધોરાજી સ્વામીનારાયણ મંદિરના મોહન પ્રસાદ સ્વામી સહિત ત્રણ સ્વામીનારાયણ સંતોની પધરામણી થઈ હતી, તેઓએ પ્રેરક ઉદબોધન કરીને શ્રોતાઓને કહ્યું કે, વર્તમાન સમયમાં ગીતાજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. રાજકોટનો આ સત્સંગ સમયોચિત છે. તેમણે કહ્યું કે, ભગવદ્ગીતા તમામ ધર્મગ્રંથોમાં શિરમોર છે. માનવ માત્રના તમામ પ્રશ્ર્નોના ઉત્તરો તેમાંથી ઉપલબ્ધ છે.
ગીતા જ્ઞાનયજ્ઞનાં પાંચમા દિવસે આચાર્યપીઠેથી પૂ. દ્વારકેશલાલજીએ રાજકોટમાં ઉજવાયેલ નંદ મહોત્સવની પ્રશંસા કરી હતી કથા પ્રવાહને આગળ વધારતા પહેલા કેટલીક પ્રેરક અને ઉપદેશક વાતો કરતા તેમણે કહ્યું કે, હંમેશા ઉદેશ ઉંચા રાખો, આપણા પુરૂષાર્થો પતંગ જેવા છે. માનવ સમાજમાં શ્રધ્ધા કમજોર તી જાય છે. શ્રધ્ધા આપણુ બળ અને તાકાત છે. આજકાલ માનવીના જીવનમાં શાંતિ નથી, જયાં શ્રધ્ધા રાખવાની હોય ત્યાં શંકા કરે છે, આવા અધમ કક્ષાના લોકો વિનાકારણ અશાંતિમાં જીવી રહ્યા છે. કેટલાક તો એવા પણ હોય છે, જેમને સ્વશ્રધ્ધામાં પણ સંશય હોય છે.
ગઈકાલે કથા દરમ્યાન વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોએ હાજરી આપીને કથા શ્રવણ કર્યું હતુ, ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા મુજબ મુળુભાઈ બેરા (ચેરમેન), હંસરાજભાઈ ગજેરા (ચેરમેન) હિતેષભાઈ પોપટ, ચંપકભાઈ ઉનડકટ, જીતુભાઈ મહેતા, જશુબેન કોરાટ કિશોરભાઈ પોપટ (કલકતા) હરેશભાઈ લાખાણી, જે.ડી. ડાંગર, જયંતિભાઈ ઢોલ, મનુભાઈ વઘાસીયા, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ સાંસદ દંપતી રામજીભાઈ માવાણી રમાબેન માવાણી વગેરે.