- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ડીવાઇન ચેરી. ટ્રસ્ટના સભ્યોએ આપી વિગત
જલારામ મંદિર યુ.કે અને દિવ્ય જીવન સંઘ – શિવાનંદ મિશન અને ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે તા: 28-5-24 ને મંગળવારે સવારે 9 થી 12, શિવાનંદ ભવન, 6/9 જંકશન પ્લોટ, સુખ સાગર પાન પાસે, રાજકોટ ખાતે વિના મુલ્યે દંત ચિકિત્સા અને બત્રીસીના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદ્ઘાટન મેયર નયનાબેન પેઢડીયાના હસ્તે કરવાનું આયોજન છે. દિવ્ય જીવન સંઘના અગ્રણીઓ અને ડીવાઈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે. આ કેમ્પમાં મુખ્ય દાતા ઠકરાર પરિવાર છે. આ કેમ્પમાં ડીવાઈન ટ્રસ્ટનાં નિષ્ણાત ડોક્ટરની ટીમ ડો.જયસુખ મકવાણા અને ડો.સંજય અગ્રાવત, ડો. અભીજાબેન અને ડો.ઉષા ધાયલ તેમજ કુ.મોનિકા ભટ્ટ અને કુ.જાગૃતિ ચૌહાણ, કલ્પના જોશી સેવા આપશે. દાંતના રોગોની સારવાર અને હલતા દાંત કાઢી અપાશે અને પેઢાનાં રોગની સારવાર દવા અને જરૂર હશે તે કરી અપાશે. શ્રી જલારામ મંદિર લંડન દ્વારા દર મહીને ચરખડી અને અન્ય અનેક સ્થાન પર કેમ્પ આપવામાં આવે છે. દિવ્ય જીવન સંઘ શિવાનંદ મિશન દ્વારા પણ ગત 21 વર્ષથી દંત યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા સભ્ય અગ્રાવત, ડો. અભીજાબેન, ડો.ઉષા ધાયલ, મોનિક ભટ્ટ, જાગૃત્તિ ચૌહાણ ઉપસ્થિત
રહ્યા હતા.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા મોનિકાા ભટ્ટએ જણાવ્યું હતું કે
દંત વૈદ્ય જયસુખભાઈ મકવાણા 2011 થી સેવા આપે છે. દર વર્ષે 2 થી 3 આયુર્વેદ તબીબો આ દંત ચિકિત્સામાં એક વર્ષ માટે એડમીશન લે છે. આ વર્ષે કેરલના ડો.અભિજાબેન અને રાજસ્થાનના ડો.ઉષા ધાયલ આ અભ્યાસ ક્રમમાં જોડાયેલ છે. આ બન્ને જયસુખભાઈના શિષ્યોએ જણાવેલ કે અમો એ ભારતના એક માત્ર દંત ચિકત્સા ગુરુ પાસે ગત માસમાં પ્રવેશ લીધો. જેમાં દિલ્હી રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યા પીઠની પ્રવેશ પરીક્ષા આપેલ જેમાં ઉતીર્ણ થતાં અમોને અમારી ચોઈસ મુજબ રાજકોટમાં એડમીશન લીધેલ. પ્રવેશ બાદ અમોને જાલંધર બંધ અને આયુર્વેદ દંત ચિકત્સા શીખવાની બહુ મજા આવે છે.