25 હજાર વૈષ્ણવોએ મનોરથના દર્શન કર્યા: દર્શનાર્થીઓને કેરીની પ્રસાદી આપવામાં આવી: આજે યુવક-યુવતીઓને બ્રહ્મસંબંધ દીક્ષા અપાશે
શ્રીનાથધામ હવેલીના આંગણે શ્રી પ્રભુના સખાર્થે ભવ્ય આમ્રકુંજ (કેરી)નો મનોરથ પૂ.પા.ગો. 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની મંગલ પ્રેરણા અને દિવ્ય ઉપસ્થિતિમાં ઉજવાયો જેમાં સર્વે વૈષ્ણવ પરિવારો એ સાંજે 7 વાગ્યાથી આ ભવ્ય મનોરથની ઝાંખી કરીને અનુભવી આ ઉપરાંત આજ પૂ. શ્રી દ્વારા શ્રી ઠાકોરજી સમક્ષ વૈષ્ણવોને બ્રહ્મ સંબંધી દિક્ષા પ્રદાન કરવામાં આવશે.
શ્રીનાથધામ હવેલી ખાતે પૂ.પા.ગો. શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણા એવમ્ દિવ્ય ઉપસ્થિતિમાં આમ્રકુંજ (કેરી)નો ભવ્ય મનોરથ હજારો વૈષ્ણવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ છે. દૂરસમૂરથી વૈષ્ણવો આ મનોરથના દર્શન કરવા પધારેલા અને ધન્યતાનુભવીને પ્રસાદ ગ્રહણ કર્યો.
આમ્રકુંજ મનોરથ અંગે અબતક સાથે વાત કરતા શ્રીનાથધામ હવેલીના અશોકભાઈ શાહે જણાવ્યું કે ખૂબજ આનંદનો વિષય છે કે આજે ક્રિશ્ર્ના સંસ્કાર વર્લ્ડ મુખ્ય કાર્યાલય વી.વાય.ઓ. શ્રીનાથધામ હવેલી ખાતે ભવ્યાતિભવ્ય પ્રભુના સુખાર્થે આમ્રકુંજ (કેરી) મનોરથનું ખુબજ સુંદર મજાનું આયોજન થયું હતુ આ વિસ્તારમાં વૈષ્ણવ સૃષ્ટિને આ આમ્રકુંજ મનોરથનો લાભ મોટા પ્રમાણમાં મળ્યો હતો અને ઓછામા ઓછા 25000 ભકતોએ દર્શનનો લાભ લીધો હતો. આ સાથે દરેક વૈષ્ણવ કેરીનો પ્રસાદ આપવામા આવ્યો હતો. આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય પૂજયપાદ ગૌસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રીના ચરણ સ્પર્શનો પણ વૈષ્ણવોએ અનેરો લ્હાવો લીધો હતો. રોજ પૂ.શ્રી દ્વારા ઠાકોરજી સન્મુખ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દિક્ષા પ્રદાન કરવામાં આવશે જેમાં 200 ઉપરાંત બાળકો, યુવા યુવતીઓએ પૂ. શ્રી દ્વારા દિક્ષા ગ્રહણ કરેલ છે.
શ્રીનાથધામ હવેલી ખાતે શ્રી ઠાકોરજીના નિત્ય દર્શનના અલૌકિક દર્શનના ધર્મલાભ પ્રાપ્ત થઈ રહ્યા છે. પૂ.શ્રીની આજ્ઞાથી દરરોજ સવારે 7.45 થી 8.15 દરમિયાન શ્રી ગીરીરાજજી પ્રભુ સાક્ષાત સ્વરૂપ દુગ્ધાભિષેક એવમ્ મહાપ્રભુજી પૂજનનો પણ લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થઈ રહ્યો છે.