અધિક શ્રાવણ માસ ૧૫મી ઓગસ્ટ નિમિતે એવમ્ પવિત્ર મંગળવાર નિમિત્તે
શ્રીકષ્ટભંજનદેવને તિરંગાનો દિવ્ય શણગાર
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધિક શ્રાવણ માસ ૧૫મી ઓગસ્ટ એવમ્ પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દાદાને તિરંગાનો ફુલો વડે દિવ્ય શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.
અધિક શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ.તથા તેમજ મંગળવાર નિમિત્તે સાંજે મંદિરમાં શ્રી સુંદરકાંડ પાઠનું તેમજ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આયોજન કરવામાં આવેલ.
હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..