દામનગર માં તા૨૬/૨૭ ની રાત્રે અજમેરા શોપીંગ સેન્ટર માં શિવશક્તિ મોબાઈલ ના શોરૂમ નું શટર તસ્કરો એ મોટી રકમ ના મોબાઈલ ચોરી કરી પોલીસ માટે પડકાર જનક ચોરી નો બનાવ પછી ખબરી ઓ અને સીસી ટીવી  કેમેરા અને સ્થાનિક પોલીસ ના ચબરાક અધિકારી ઓ કામ લાગતા ગણતરી ની કલાકો માં રૂપિયા ત્રણ લાખ ઉપરાંત નો મુદ્દામાલ રિકવર કર્યો અને બે આરોપી ને ઝડપી પાડ્યા ફરિયાદી દામનગર ના કાચરડી  ના અજિતભાઈ રાઘવભાઈ રાઠોડ ની ફરિયાદ થી ઇ પો અધિક્ષક દેસાઈ સાહેબ ના માર્ગદર્શન થી સીસી ટીવી ફૂટેજ આધારે  આરોપી રાહુલ ભુપત ડેર અને આરોપી લાખા ભુપત ડેર રહે બંને માંડવી તથા ગારીયાધાર ના ઉપર વોચ રખાવી બંને આરોપી મુદ્દામાલ સાથે નાચી જવા નીપેરવી માં રંધોળા નજીક ભવનાથ મંદિર પાસે થી દામનગર પોલીસે દબોચી લીધા પી એસ આઇ એન જી ગોસાઈ  એ એસ આઈ પ્રવીણભાઈ કાલાવડીયા હેડ કો બી પી ધાંધલ હેડ કો પી એન ટોટા  રાઇટર ભુજદાન ગઢવી ધવલભાઈ મકવાણા પો કો રમેશભાઈ કોતર  સહિત સમગ્ર દામનગર પોલીસ પરિવાર ની જહેમત થી ગણતરી ની કલાકો માં જ મોટી ચોરી નો ભેદ મુદ્દામાલ સાથે ઉકેલતી પોલીસે આરોપી ઓ સાથે જાહેર માં લાવી રિહર્સલ કરાવ્યું હતું આ આરોપી ઓ ને જોવા શહેર ભર માં થી લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.