દિવ ફરવા જતા ઉનાના રઘુવંશી વેપારીએ કારના તમામ કાગળો હાજર કરવા છતાં દિવ જમાદારે કહ્યું ‘પૈસા તો દેવા જ પડશે’..
ડિસેમ્બર મહિનો એટલે દિવમાં મુસાફરો વધુ પડતો ઘસારો રહેતો હોય છે એટલે કે હોટલોને કમાવવાની તક. પરંતુ દિવમાં પર્યટનો ફરવા આવે એ પહેલા દિવ નાકા પર પોલીસ જમાદારે પોતાના રૂપિયા ઉઘરાણા કરવા પ્રાઈવેટ માણસ ઉભો રાખેલ. જેથી પોલીસ જમાદાર પોતે કયાંય વાંધામાં ના આવે એવું સમજીને રાખેલ પરંતુ જાગૃતતાને હિસાબે થોડા દિવસો સુધી ચાલ્યું. અધુરામાં પુરુ દિવ પોલીસ ટ્રાફિકની કામગીરીમાં માસ્ટર માઈન્ડ તરીકે ઓળખાતા ઉર્ફે ગડુ કે જે લોકોને હેમખેમ ટ્રાફિકના નિયમો સમજાવી, ડરાવી અને મોટા પ્રમાણમાં તોડ કરવાનું ચાલુ રાખેલ. જેનો આકડો માંડવો મુશ્કેલ છે.
જયારે બીજીબાજુ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ આણંદ પાસીંગની સફેદ સ્કોર્પીયોમાં દારૂનો માલ મળેલ હોવાથી દિવ પોલીસ સ્ટેશન પડેલ હોવાનું જણાવ્યું છે. જેમાં હકિકત દિવ પોલીસે હજુ સુધી કંઈ કાર્યવાહી યોગ્ય કરેલ નથી તેવું જાણવા મળ્યું છે. જો એ આણંદ સ્કોર્પીયોમાં વિજિલન્સ તપાસ થાય તો ઘણા પોલીસ અધિકારીની નોકરીમાં ડાઘ લાગી જાય તેવું જાણવા મળેલ છે. જો આવી રીતે નાના-નાના મુસાફરોને હેરાન કરતા રહેશે તો દિવના પર્યટકોનો ઘસારો દિવસેને દિવસે ઘટી જવાની સંભાવના દેખાઈ રહી છે અને જે વાહનો ઓવરલોડ અને ગેરકાનુની ચાલી રહ્યા છે તેમને જેમ દિવ પોલીસ પકડતી નથી. દિવ નાકાના સીસીટીવી ફુટેજ ચાલુ હોવાનું માલુમ પડે છે જો ઉપલી અધિકારી યોગ્ય તપાસ કરે તો મોટી રકમના તોડમાં ઘણા અધિકારી સંડોવાયેલા હોય તેવું જાણવા મળેલ છે. જે આવનારા દિવસોમાં દુધનું દુધ અને પાણીનું પાણી બતાવશે.