કેન્દ્ર શાસિત પ્રદેશ મુદ્દે આગામી સપ્તાહે લોકસભામાં રજૂ થશે દરખાસ્ત
દેશના બે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા અને નગર હવેલીને જોડીને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ મુદ્દે આગામી સપ્તાહે લોકસભામાં વિધેયક રજૂ થશે. જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિક પ્રદેશમાં વિભાજીત કરવાના નિર્ણય બાદ સરકારે આ પગલુ ભર્યું છે. દાદરા અને નગર હવેલીમાં એક જિલ્લો જ્યારે દમણ અને દીવમાં બે જિલ્લા છે.કેન્દ્ર સરકાર બે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરાનગર હવેલીને મર્જ કરીને એક કરવાની યોજના બનાવી રહ્યું છે. બન્ને પ્રદેશોને મર્જ કરવાનો પ્રસ્તાવ સરકાર આગામી સપ્તાહમાં લોકસભામાં રજૂ કરશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવારે શુક્રવારે આ માહિતી આપી હતી. જમ્મૂ કાશ્મીરને બે ભાગોમાં વિભાજીત કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ બાદ હવે સરકારે આ નિર્ણય કર્યો છે. મેઘવાલે કહ્યું હતું કે દાદરાનગર હવેલી અને દીવ-દમણ મર્જર ઓફ યૂનિયન ટેરીટરીઝ બિલ ૨૦૧૯ આગામી સપ્તાહમાં લોકસભામાં રજૂ કરવામાં આવનાર બિલની સૂચીમાં સામેલ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાત પાસે દેશના પશ્ચિવ તટ પર સ્થિત બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને મર્જ શ્રેષ્ઠ તંત્ર અને કેટલીક વસ્તુઓના પુનરાવર્તન પર રોક લગાવવામાં સહાયક થશે.
હજુ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે અલગ બજેટ અને સચિવાલય છે, જ્યારે બન્ને વચ્ચે અંદાજિત ૩૫ કિમીનું અંતર છે. દાદરાનગર હવેલી માત્રે એક જિલ્લો છે અને દીવ-દમણમાં માત્ર બે જિલ્લા છે. નવા કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ દાદરા, નગર હવેલી, દમણ અને દીવ હશે. જેનું મુખ્યાલય દીવ-દમણ હોઇ શકે છે.
આ પહેલા ૫ ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવીને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. ત્યારબાદ દેશમાં આ સમયે ૯ કેન્દ્ર શાસિત પ્રદેશ થઇ ગયા છે. જોકે દીવ-દમણ અને દાદરાનગર હવેલીને મર્જ કરાયા બાદ આ સંખ્યા ઘટીને ૮ થઇ જશે.