બીજેપી કાર્યકરોએ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવીને સમાજને એક નવો રાહ ચીંધાડયો
વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સંગઠન દ્વારા તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી “સેવા સપ્તાહ”ની દેશભરમાં ઉજવણી કરવાનું નક્કી કરી તે અંતર્ગત અનેકવિધ જનસેવા પ્રકૃતિ સંરક્ષણ જીવન ઉત્કર્ષ પ્રકલ્પો ના આયોજન નિયુક્ત કરાયા હતા. જેના ભાગરૂપે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ બિપીનભાઈ એલ શાહ ના માર્ગદર્શન હેઠળ આ સેવા સપ્તાહમાં અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. તેમાં પાર્ટીના આગેવાનો હોદ્દેદારો અને તમામ કાર્યકરો એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.અને માનનીય વડાપ્રધાન ના રાષ્ટ્ર સેવાના સંકલ્પને સાકાર કરવા સેવા સપ્તાહ ની ઉજવણી ના માધ્યમથી ખૂબ જ ઉપયોગી સેવા કાર્યો અને મહત્વના પ્રકલ્પો તબક્કાવાર જન જન ની વચ્ચે જઈ શ્રેષ્ઠ રીતે સાકાર કરવા માટે ના કાર્યો કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના અનેક અભિયાનો માનું એક “સ્વચ્છતા અભિયાન ને સાર્થક કરવા ના એક ભાગ બનવા સ્વરૂપે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ બીપીનભાઈ એલ શાહે જિલ્લા ના સર્વે આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ને આ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું કે દિવ જિલ્લાના તમામ વિસ્તારો ને આ અભિયાન અંતર્ગત સ્વચ્છ કરવામાં આવે.અને એ પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ લેવા પણ આગ્રહ કર્યો હતો અને સેવા સપ્તાહ ના ઉત્સાહભર્યા અને ગૌરવ ભર્યા માહોલમાં
દીવ જિલ્લાના વણાકબારા, ઝોલાવાડી, ઘોઘલા, બૂચરવાડા તમામ વિસ્તારોમાં બીજેપીના કાર્યકરો દ્વારા પોતપોતાના મંડળો એ અલગ અલગ વિસ્તારોમાં અનેકવિધ સેવાકીય કાર્યો કર્યા હતા. આ કાર્યમાં ભાજપ યુવા મંડળ તેમજ મહિલા મોરચા મંડળ પણ જોડાયું હતું અને અલગ-અલગ વિસ્તારોમાં સાફ-સફાઈ કરી અને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું.આ સાથે સમાજમાં નિસ્વાર્થ ભાવે જે કોઈ પણ સ્વાર્થ વગર લોકોની સેવા કરી રહ્યા છે તેવા સામાજિક કાર્યકરો તેમજ આ વર્ષે દીવ જિલ્લા માંથી જે શિક્ષકો ને રાષ્ટ્રપતિ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે તે શિક્ષકો નુ પણ સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમની અંદર કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને પ્રશાસનના દરેક નિયમોનું ચુસ્તતા પૂર્વક પાલન કરવામાં આવ્યું હતું.