- દીવના વણાંકબારામાં દીવ પ્રશાસન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Diu : મળતી માહિતી મુજબ, સંઘ પ્રદેશ દીવનાં વણાંકબારામાં ગેરકાયદેસર બાંધકામો પર બસસ્ટેન્ડ વિસ્તાર માં આવેલા 7 જેટલાં મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે સવારથી જ પ્રશાસન પોલીસ કાફલા સાથે JCB લઈ વણાંકબારા વિસ્તારમાં શાળાનું કામ ચાલુ છે, તેની બાજુમાં આવેલા 7 જેટલાં ગેરકાયદેસર બાંધકામ વાળા મકાનો પર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું હતું.
ત્યારે આ નિયમ અનુસાર મકાન બનાવવાં પાછળ જગ્યા નહીં છોડાતા અને ગેરકાયદેસર દીવાલ હોવાથી મીઠાવાડી પાછળ સાઈડ દીવાલને તોડી પાડવામાં આવી હતી. આ દરમિયાન ADM વિવેકકુમાર, મામલતદાર ધર્મેશ દમણીયા, તેમજ પંચાયત સ્ટાફ સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાર્દિક શિંગોડા