શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી: વિરપુર પાસેના ઓવરબ્રિજ નીચે ધો.૧૦નાં વિજ્ઞાન વિષયની ૧૪ થી ૧૫ ફાટેલી ઉતરવહીઓ અને એક બોકસ મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા: મહેસાણાનાં પરીક્ષાર્થીઓની ઉતરવહી હોવાની શંકા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની પરીક્ષા ગઈકાલે જ પૂર્ણ થઈ છે ત્યાં તો આજે શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. રાજકોટ જિલ્લાનાં વિરપુર નજીકના ઓવરબ્રિજ પરથી બોર્ડની પરીક્ષાની લખાયેલી ઉતરવહીઓ મળી આવતા અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. ધો.૧૦ની બોર્ડની પરીક્ષા ગઈકાલે પૂર્ણ થઈ છે ત્યારે ગુજરાતી ભાષાની ધો.૧૦ અને ધો.૧૨ની લખાયેલી ઉતરવહીઓ બ્રિજ પરથી મળી આવી છે જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ રાજકોટ-જુનાગઢ હાઈવે નજીક વિરપુર ઓવરબ્રિજ પાસે ધો.૧૦નાં વિજ્ઞાન વિષયની ૧૪ થી ૧૫ ઉતરવહીઓ આજે સવારે મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાય છે. ઉતરવહીઓ મળી છે તે વિદ્યાર્થીઓએ લખેલી ઉતરવહીઓ છે અને આ ઉતરવહીઓ મહેસાણા જિલ્લાનાં પરીક્ષાર્થીઓની હોય તેવું હાલ તારણ નિકળી રહ્યું છે. આ ઉતરવહીઓ કોઈ ફેંકી ગયું છે કે, કોઈની બેદરકારીથી આ ઉતરવહીઓ અહીં રોડ ઉપર પડી ગઈ તે તપાસનો વિષય બન્યો છે. મહેસાણાની ઉતરવહીઓ અહીં ચકાસવા માટે આવતી હતી અને રસ્તા ઉપર પડી ગઈ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

3. Wednesday 1

રાજકોટનાં જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સવારે વિરપુરની એક શાળાનાં નયાભાઈને ઓવરબ્રિજ નજીક ૧૪ થી ૧૫ ઉતરવહીઓ અને સાથે એક બોકસ મળી આવ્યું હતું. આ ઉતરવહી તેમણે સ્કુલમાં જમા કરાવી હતી અને મને જાણ કરી હતી. સમગ્ર મામલે અમે શિક્ષણ વિભાગને જાણ કરી છે. હાલ તો આ ઉતરવહી કોઈ ફેંકી ગયું છે કે, કોઈની બેદરકારીથી આ ઉતરવહીઓ અહીં રોડ પર મળી આવી છે તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે. અનેક તર્ક-વિતર્ક સર્જાય રહી છે જોકે તપાસ બાદ જ ખબર પડશે કે આ ઉતરવહીઓ કોની છે અને અહીં કેવી રીતે પહોંચી ? ઉતરવહીઓ મહેસાણાનાં વિદ્યાર્થીઓની હોય તેવી હાલ ચર્ચા ચાલી રહી છે. આ અંગે મહેસાણા જિલ્લાનાં

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.