એવન ગ્રેડમાં ૧૬૦ અને એ ટુ ગ્રેડમાં ૮૨૮ વિદ્યાર્થીઓ : જિલ્લાની ૩ શાળાઓના પરિણામ શૂન્ય
આજે જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામોમાં મોરબી જિલ્લાનું પરિણામ ૭૩.૫૯ ટકા જાહેર થયું છે અને સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવતા મોરબી જિલ્લો ચોથા ક્રમે રહ્યો છે.
માર્ચ ૨૦૧૮માં લેવાયેલ ધોરણ ૧૦ ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે, મોરબી જિલ્લામાંથી પરીક્ષા આપનાર ૧૨૨૩૫ પૈકી ૧૬૦ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે તો ૮૨૮ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે બી – વન ગ્રેડમાં ૧૫૯૩ અને બી – ટુ ગ્રેડમાં ૨૪૨૩ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે.
આ ઉપરાંત ૨૬૫૬ વિદ્યાર્થીઓને સી – વન ગ્રેડ અને ૧૨૯૫ વિદ્યાર્થીઓએ સી – ટુ ગ્રેડ મેળવ્યો છે અને ૪૯ વિદ્યાર્થીઓને ડી ગ્રેડ મળ્યો છે.
પરિણામો ઓવર ઓલ જોઈએ તો મોરબી જિલ્લાની પાંચ શાળાઓના પરિણામ ૧૦૦ ટકા આવ્યા છે તો ૩ શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે જ્યારે ૧૮ શાળાઓના પરિણામ ફક્ત ૩૦ ટકા જ આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com