ગુજરાતમાં 28 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ નગરપાલિકાઓમાં 56.89 ટકા, જિલ્લા પંચાયતોમાં 63.45 ટકા અને તાલુકા પંચાયતોમાં 64.32 ટકા મતદાન નોંધાયું હતું. જિ.પં.ની 980 પૈકી 955, તા.પં.ની 4774 પૈકી 4657 તેમજ ન.પા.ની 2720 પૈકી 2625 બેઠકો મળીને કુલ 8474 પૈકી 8237 બેઠકો માટે મતદાન યોજાયું હતું.

કુલ 237 બેઠકો બિનહરીફ । રાજ્યમાં કુલ 237 બેઠકો બિનહરીફ થયેલી છે, જેમાં ન.પા.ની 95, જિ.પં.ની 25 તથા તા.પં.ની 117 બેઠકો સામેલ છે. આ પૈકી ભાજપની તરફેણમાં ૨૧૯ બેઠકો બિનહરીફ થઈ હોવાનો દાવો થયો છે.

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક પર 63.30 ટકા મતદાન થયું છે. જ્યારે જિલ્લાની 11 તાલુકા પંચાયતની 197 બેઠક પર 63.65 ટકા મતદાન નોંધાયું છે. ગોંડલ નગરપાલિકાની 39 બેઠક પર 53.18 ટકા મતદાન થયું છે. આજે 8 સ્થળ પર મત ગણતરી થઇ રહી છે. ગોંડલ નગરપાલિકામાં 5 બેઠક બિનહરિફ જાહેર થઇ ભાજપના ફાળે ગઇ છે. 11 તાલુકા પંચાયતમાં ભાજપની 5 બેઠક અને કોંગ્રેસની 1 બેઠક બિનહરિફ જાહેર થઇ છે.

•અહીં જાણો પરિણામના પળેપળના અપડેટ•

•દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયતની 12 બેઠકોમાં 5 બેઠકમાં ભાજપની જીત, 4 બિન હરીફ અને 1 સીટ અપક્ષના ખાતામાં.

•ભાણવડ તાલુકા પંચાયતની શિવા બેઠક પર કોંગ્રેસનો વિજય

•ભાવનગર ભંડરિયા તાલુકા પંચાયતની બેઠક પર કોંગેસના ઉમેદવાની જીત

•પોરબંદર છાયા નગરપાલિકાના વોર્ડ નં.7મા કોંગ્રેસના બે ઉમેદવારનો વિજય

•ભાવનગરની જેસર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખૂલ્યું

•પરેશ ધાનાણીના ગઢ સમાન અમરેલી નગર પાલિકામાં ભાજપની પેનલનો વિજય

•ચોટીલા નગરપાલિકા ચૂંટણી પરિણામ વોર્ડ નંબર.1 માંથી 2 ભાજપ અને બે કોંગ્રેસ વિજેતા.

•જામરાવલ નગરપાલિકાના વોર્ડ નં.1માં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો વિજય

•જામજોધપુર તાલુકા પંચાયતના ગીંગણી, ધ્રફા બેઠક પર કોંગ્રેસનો વિજય

•રાજકોટમાં જિલ્લા પંચાયતની બેડલા બેઠક ઉપર ભાજપના સવિતાબેન ગોહેલનો વિજય

•વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકાના વોર્ડ નંબર.2ના ક્રોગેસ ચાર ઉમેદવાર પેનલનો વિજય.

•દ્વારકા તાલુકા પંચાયતની ભીમરાણા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય

•મોરબીમાં વોર્ડ નં.8માં ભાજપની પેનલની જીત, મંજુલાબેન દેત્રોજા, પ્રભુભાઈ ભૂત, દિનેશ કૈલા અને ક્રિષ્નાબેન દસાડીયાનો વિજય.

•પોરબંદર છાયા નગરપાલિકાના વોર્ડ નં.4માં ભાજપની પેનલનો વિજય

•ચોટીલા નગરપાલિકાના વોર્ડ નંબર 1મા બે બેઠક ઉપર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો વિજય.

•ઉના નગરપાલિકાની ભાજપની 20 સીટો બિનહરીફ બાદ વોર્ડ નં.2ની 3 સીટો પર ભાજપનો વિજય, એક બેઠક પર અપક્ષનો વિજય,36 માંથી 23માં પર ભાજપનો વિજય.

•જામખંભાળિયા નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર મહમદઅલી અબુ ભોકલ અને ઇમ્તિયાઝ ખાન લોદીની જીત.

•મોરબી જિલ્લા પંચાયતની આમરણ 1 બેઠકમાં રીકાઉન્ટિંગ, બંને પક્ષને એક સરક્ષા મત આવતા ફરી ગણતરી થશે,
10 મશીનોનો ફરી ગણતરી થશે.

•રાજકોટ જિલ્લા પંચાયતમાં કોટડા સાંગાણી બેઠકનો બીજા રાઉન્ડ પૂર્ણ,ભાજપ બીજા રાઉન્ડમાં પાછળ,કોંગ્રેસના અર્જુન ખાટરિયા આગળ.

•જૂનાગઢ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યુ

•મોરબી ટંકારા તાલુકા પંચાયતની ધુનડા બેઠકમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ડાયાલાલ ડાંગર વિજેતા, વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ વિજેતા.

•ઉના નગરપાલિકાની ભાજપની 20 સીટો બિનહરીફ બાદ વોર્ડ નં.2ની 3 સીટો પર ભાજપનો વિજય,એક બેઠક પર અપક્ષનો વિજય,36 માંથી 23માં પર ભાજપનો વિજય.

••વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકાના વોર્ડ નંબર-1ના ત્રણ ભાજપ અને એક અપક્ષ ઉમેદવાનો વિજય.

•પડધરી તાલુકાની હડમતીયા 1 સીટ પર કોંગ્રેસના ઉમેદવારની ભવ્ય જીત,623 મતથી કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેન પ્રવીણભાઈ ચૌહાણનો ભવ્ય વિજય

•પોરબંદર છાયા નગરપાલિકામાં ભાભી-દીયરના જંગમાં ભાજપ ઉમેદવાર ભાભીની જીત.

•ગીર ગઢડા અંબાડા સીટ બીજેપી 427 મતની લીડ જીત વજુભાઈ કિડેચા

•જામનગરમાં બેરાજા તાલુકા પંચાયતની 1 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય

•રાજકોટ: આણંદપર તાલુકા બેઠક નંબર 02માં કોંગ્રેસ ઉમેદવાર જ્યોત્સના ઝાપડિયાનો વિજય

•અમરેલી જિલ્લાની પાંચ નગરપાલિકા, 11 તાલુકા પંચાયત, અને જીલ્લા પંચાયતની મતગણતરી શરૂ થઈ છે. મતગણતરી સેન્ટરની કલેકટરે મુલાકાત લીધી.

•માણાવદર લાયન્સ સ્કૂલ ખાતે તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે. પ્રથમ કોયલાણા જિલ્લા પંચાયત સીટની મતગણતરી શરૂ કરવામાં આવી છે. કોયલાણા જિલ્લા પંચાયત સીટ નીચે આવતી તાલુકા પંચાયતની બેઠકો, કોઠારીયા,પીપલાણા,સણોસરા, વેળવા,કોયલાણાની મતગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવેલ છે. માણાવદર પોલીસ દવારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.

•કેશોદ નગરપાલિકા વોર્ડ નં.1માં ભાજપની આખી પેનલનો થયો વિજય…

•રાજકોટ: વિરાણી સ્કૂલ ખાતે મતગણતરી શરૂ, તાલુકા પંચાયતની એકવીસ બેઠક પર થશે મત ગણતરી, જિલ્લા પંચાયતની 6 બેઠક પર મતગણતરી થશે

•જેતપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચાર સીટ ચૂંટણીની મત ગણતરીનો પ્રારંભ જેતપુર સેન્ટ francis સ્કૂલ ખાતે થતા સવારે 8 વાગ્યે ચૂંટણીઅધિકારી અને ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.