- બેલાગામ, વાવડી, બસ સ્ટેન્ડ અને માળીયા પાસેથી 2642 દારૂ, 133 બિયરના ટીન સાથે પાંચ શખ્સોની ધરપકડ સાથે રૂ.18 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો
- મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચાર સ્થળોએ વિદેશી દારૂનો દરોડા પાડવામાં આવ્યા છે.
જેમાં બેલાગામ, વાવડી, બસ સ્ટેન્ડ અને માળીયા પાસેથી 2642 દારૂ, 133 બિયરના ટીન સાથે પાંચ શખ્સોની ધરપકડ સાથે રૂ.18 લાખનો મુદ્ામાલ કબ્જે કરી નાશી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથધરી છે.
જૂના બસ સ્ટેન્ડ પાસે કારમાંથી વિદેશી દારૂની નાની મોટી 37 બોટલ સાથે એક ઝડપાયો
મોરબીના જુના બસસ્ટેન્ડ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે ઇકો કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 37 બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ ઇકો કાર સહિત રૂ.2.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ગતરાત્રીના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુના બસસ્ટેન્ડ નજીક ઇકો કારમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે ક્રિષ્ના ટ્રાવેલ્સ નજીકથી જીજે-18-બીએલ-7163 નંબરની ઇકો કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક રાજેશ લાલજી મકવાણા રહે.વજેપર વાળાના કબ્જા વાળી ઇકો કારમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની નાની મોટી 37 બોટલ જેની કિ રૂ.16,980/-મળી આવતા ઇકો કારની કિ.રૂ.2.50લાખ સહિત કુલ મળી 2,66,980/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સાથે ચાલકની અટક
પોલીસે કુલ 336 નંગ વિદેશી દારૂ તથા સ્વિફ્ટ કાર સહિત 6.33 લાખનો મુદામાલ જપ્ત કર્યો
મોરબી માળીયા હાઇવે તરફથી સ્વીફ્ટ કાર રજી.જીજે-16-બીકે-4901 મોરબી તરફ આવતી હોય જેથી કારની વોચ રાખતા ઉપરોક્ત સ્વીફ્ટ કાર વાવડી ચોકડી ઓવરબ્રીજ પાસેથી મળી આવતા સ્વીફટ કારમાથી રેઇડ દરમ્યાન વિદેશી દારૂની બોટલો નંગ-336 કિ.રૂ.1,33,200/- નો મુદામાલ મળી આવેલ હોય તેમજ સ્વીફટ કારની કી.રૂ.5,00,000/- ગણી કુલ 6,33,120/-નો મુદામાલ કબ્જે કરેલ છે. જેથી સ્વીફ્ટ કારના ચાલક એવા આરોપી રૂગારામ ચેતનરામ મેઘવાળ રહે.વાંકલપુરા મહાબારા તા.જી. બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. જયારે રાજસ્થાનથી માલ મોકલનાર આરોપી સુરેશભાઇ કાગા રહે.મિઠરૌ તા.ચૌહટન જી.બાડમેર(રાજસ્થાન)નું નામ ખુલતા તેને પકડી લેવા તપાસની ગતિવિધિ શરૂ કરીને બંને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કારમાંથી વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે રાજકોટની બેલડી ઝડપાય
કાર, દારૂ-બીયરની 432 નંગ બોટલ સહિત રૂ.3.96 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો: પીપળીનો સપ્લાયરની શોધખોળ
મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી એક સફેદ કલરની ક્રેટા કાર રજી.નં. જીજે-07-ડીએ-0050માં વિદેશી દારૂનો જથ્થો ભરી માળીયા-મોરબી હાઇવે તરફ જનાર છે. જે મુજબની બાતમી મળતા તુરંત મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત રજી.નંબરની સફેદ કલરની ક્રેટા કાર બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તે, લેપવીંગ સિરામીક સામેથી પસાર થતા તેને બેરીકેડની આડસ ઉભી કરી કાર રોકાવી ચેક કરતા ક્રેટા કારમાં બે ઇસમો બેસેલ હોય અને કારની પાછળની સીટમાં તથા ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી વિદેશી દારૂની બોટલ નંગ-258 કિં.રૂ.77,520/- તથા કાચ તથા ટીનના બીયર નંગ-174 કિં.રૂ.18,300/- મળી કુલ 432 નંગ ફૂલ કિ.રૂ.95,820/- મળી આવતા ક્રેટા કાર ચાલક આરોપી આમીર રફીકભાઇ મોગલ ઉવ.30 તથા કારની બાજુની સીટમાં બેસેલ આરોપી અનીશ રફીકભાઇ મોગલ ઉવ.21, બંને રાજકોટ બજરંગ વાડી, જુણેજા હોલની પાછળની સ્થળ ઉપરથી અટક કરાઈ હતી. જયારે પકડાયેલ બંને આરોપીની પ્રાથમિક સઘન પૂછપરછમાં વિદેશી દારૂનો માલ ભરી આપનાર આરોપી વિપુલભાઇ સોમાભાઇ કોળી રહે. પીપળી, તા.જી.મોરબીના નામની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.
કારમાંથી રૂ.11 લાખના દારૂ સાથે એક ઝડપાયો: એક ફરાર
મોરબી માળીયા હાઇવે તરફથી આવતી આઈ-20 કાર મોરબી તરફ આવતી હોય જેથી કારની વોચ રાખતા બાતમીવાળી કાર ત્યાંથી પસાર થતા તેને રોકી જેમાં તેના રજી. જીજે-24-કે-9678 હોય પરંતુ નંબર પ્લેટ શંકાસ્પદ હાલતમાં ફિક્સ કરેલ હોય જેથી એન્જીન અને ચેસીસ ણઉંબરની ચકાસણી કરતા આઈ-20 કાર રાજસ્થાન પાસિંગ હોય તેના નંબર આરજે-16-સીએ-4933 હોવાનું સામે આવ્યું હતું. ત્યારે દારૂની હેરફેર કરવા માટે આરોપીએ આઇ.20 કારમાં ખોટી નંબર પ્લેટ લગાડી ખરા તરીકે ઉપયોગ કરેલ હોય તેમજ રેઇડ દરમ્યાન કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-1837 કી.રૂ. 2,11,740/- મળી આવેલ ત્યારે પોલીસે આઇ.20 કાર કી.રૂ.5 લાખ ગણી કુલ 7,11,740/-કબ્જે કરી કાર ચાલક આરોપી શ્રીરામ બીરબલરામ બિશ્નનોઇ ઉ.વ.21 રહે. કુકા તા.બાગોડા જી.ઝાલોર રાજસ્થાનવાળાની અટકાયત કરવામાં આવી છે.
ત્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં આ વિદેશી દારૂનો જથ્થો મોકલ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.