ભારત લોકશાહી દેશ છે. લોકશાહીનો અર્થ એ થાય કે લોકો દ્વારા ચાલતું શાસન. જેમાં લોકોના પ્રશ્નો સાંભળી તેની સમસ્યા જાણી તેનું નિરાકરણ કરવું તે તંત્રનું મહત્વનું કામ છે. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર દ્વારા આ મહત્વનું કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં તેને લોકોની સમસ્યા જાણવા ગામે ગામે જઈ લોકદરબાર યોજ્યો હતો.
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ’16 ગામોમાં યોજાયેલ લોકદરબારમાં વિવિધ ચેકડેમ અને તળાવના રીપેરીંગ અને ઊંડા ઉતારવાના પ્રશ્નોને હલ કરવા અગત્યતા આપવામાં આવી છે. અને સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ સ્થળ પર જ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર દ્વારા રાજકોટ જીલ્લાના ૧૬ ગામોમાં વિવિધ પ્રશ્ને લોકદરબાર યોજ્યો. તમામ પ્રશ્નોની સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના અપાય.
18-19 જૂન 2021ના રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરે 16 ગામોમાં લોકદરબાર યોજ્યો હતો. જેમાં બેડલા, મઘરવાડા, સાઇપર, ગુંદા, બારવણ, ચાચડીયા, જામગઢ, મેસવડા, પારેવાળા, કુચીયાદડ, બામણબોર, રામપર બેટી, હિરાસર, નવાગામ (બામણબોર), ગુંદાળા અને, ગારીડા ગામોની મુલાકાત લીધેલ હતી. આ મુલાકાતનો હેતુ ગામના તમામ પ્રશ્નોનો જેવાકે રોડ-રસ્તા રીપેરીંગ, સિંચાઈ, શાળા અને આંગણવાડી સબંધી પ્રશ્નો, પશુ દવાખાના તેમજ આરોગ્ય અને રસીકરણ સંબંધી પ્રશ્નો તેમજ મરેગા સબંધિત પ્રશ્નોના હલ માટેનો મુખ્ય ઉદેશ્ય હતો.
લોકદરબારમાં પ્રજાના પ્રશ્નો સાંભળી ત્યાં હાજર રહેલા સબંધિત અધિકારીઓને સ્થળ પર જ સૂચના અને માર્ગદર્શન આપીને ગામના પ્રશ્નનું નિરાકરણ કરવાનું કહ્યું હતું. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારી પી. સી. પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેર અક્ષેશ વામજા, IRD શાખાના મનરેગા વિભાગના મયુર ગોંડલીયા અને નીરવ પટેલ, પશુધન નિરીક્ષક(ત્રંબા) મેહુલ એન રામાણી, ગ્રામ સેવક ડાયાલાલ વગેરે અધિકારીઓ હાજર હતા. તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સવિતાબેન ભરતભાઈ ગોહેલ(બેડલા), રાજા ચાવડા(બેડી), સંજય રંગાણી(કુવાડવા), તાલુકા પંચાયત સદસ્ય ભીખા ગોવાણી(બેડલા) ,ગઢકા ગામના સરપંચ કેયુર ઢોલરીયા તેમાં જ આગેવાનો કિશોર બોદર, નાથાભાઈ સોરાણી, સી ટી પટેલ વગેરે પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે ખાસ હાજર રહેલ હતા.