જીલ્લા પંચાયત કારોબારી સમીતીના બેઠક તા. ૧૫-૪ નેશનિવારના રોજ ૧૧.૩૦ કલાકે જીલ્લા પંચાયત મીટીંગ હોલમાં અઘ્યક્ષ અર્જુનભાઇ ખાટરીયાના અઘ્યક્ષ સ્થાને મળેલ એજન્ડા મુજબ જીલ્લાના રોડ રસ્તાનું જસદણ તાલુકાનું ‚ા ૧૨૪.૫૧ લાખના કામના (૧) ક્ધટ્ર. ઓય બોકસ કલવર્ટ જસદણ ગઢડીયા ઘેલા સોમનાથ રોડ (ર) ક્ધસ્ટ્ર. ઓફ બોકસ કલવર્ટ કોઠી નાની લાખાવડ રો ટેન્ડર મંજુર કરવામાં આવેલ અને ‚ા ૭૦.૩૬ લાખના કામ ક્ધસ્ટ્રકશન ઓફ માઇનોર બ્રીજ ઓન બરડીયા એપ્રોચ રોડનો મુદત વધારો મંજુર કરવામાં આવેલ. તેમજ જિ.પં. નો સીકયોરીટીની મુદત પુરી થતાં વર્ષ ૨૦૧૭-૧૮ માટે ૩ માસ સુધીમુદત વધારો મંજુર કરવામાં આવેલ. તેમજ જી.પં. ની જુદી જુદી શાખાઓ માટે કોમ્પ્યુટર ઓપરેટરો આઉટ સોસીંગથી રાખવામાં માટેના ભાવોની મુદત પુરી થતાં નવા ટેન્ડર મંજુર ન થાય ત્યાં સુધી મુદત વધારો મંજુર કરવામાં આવેલ, તેમજ જી.પં. રાજકોટના છાપકામના ભાવો મંજુર કરવા નિર્ણય કરવા તેમજ વહીવટી બાબતો નિર્ણય કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જીલ્લા પંચાયતની ડાયરીનું વિમોચન પણ થયું હતું.
તેમજ જમીન મહેસુલ કલમ ૬૫,૬૬,૬૭ ના કુલ ૪ર કેસો મંજુર કર્યા હતા. બાલધા, ભાવનબેન ભુત, અર્ચનાબેન સાકરીયા, નાનુભાઇ ડોડીયા, વજીબેન સાંકળીયા, કુસુમબેન ચૌહાણ અને રાણીબેન સોરાણી તેમજ સચિવશ્રી તેમજ માન. જીલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયા અને નાયબ જીલ્લા વિકાસ અધિકારી જે.બી.વદર અને નાયબ જીલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહેલ તેમજ અન્ય શાખા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.