‚ા.૨.૨૬ લાખના કામોની ફાળવણી
જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક આજરોજ કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં રંઘોડા નજીક સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યકિતઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. બેઠકમાં કુલ ૨.૨૬ લાખના કામો ફાળવ્યા હતા. ઉપરાંત ૨.૯૬ લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીની નવી ઈનોવા કાર માટે ‚ા. ૧૫ લાખની મંજુરી અપાઈ હતી.
આજરોજ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં લોધિકા તાલુકાના કોઠા પીપળીયા ગામ માટે ‚ા.૧,૨૬,૫૬૦, પડધરી તાલુકાના ખામટા ગામ માટે ‚ા.૪૯,૭૨૦, રાજકોટ તાલુકાના ફાળડંગ ગામે ‚ા.૪૦,૬૮૦ અને ઉપલેટાના ઈસરા ગામે ‚ા.૯૦૪૦ મળીને કુલ ‚ા.૨.૨૬ લાખના કામો ફાળવવામાં આવ્યા હતા.
રાજકોટ તાલુકાના રામનગર-વાગુદડ રોડને રીપેરીંગ કરવાના ‚ા.૨.૯૬ લાખના કામને મંજુરી આપવામાં આવી હતી. આ સાથે જિલ્લા વિકાસ અધિકારીની નવી ઈનોવા કાર ખરીદવા માટે ‚ા.૧૫ લાખની મંજુરી આપવામાં આવી છે.
જમીન મહેસુલ કલમ ૬૫,૬૬,૬૭ના કુલ ૩૮ કેસો મંજુર કરાયા હતા. તેમજ વહિવટ બાબતોના ઠરાવોને મંજુર કરવામાં આવ્યા હતા.
બેઠકમાં ભાવનાબેન ભુતે જામકંડોરણા તાલુકાના ગામો અને રાણીબેન સોરાણીએ રાજકોટ તાલુકાના ગામોની પાણી સમસ્યા વર્ણવી હતી. તેઓના જણાવ્યા મુજબ જામકંડોરણા અને રાજકોટ તાલુકાના ઘણા
ગામોમાં ઉનાળાના પ્રારંભથી જ ટેન્કર મારફતે પીવાનું પાણી મળી રહ્યું છે.