- જિ.પંચાયતની સામાન્ય સભામાં જંગલ કટીંગ, બાંધકામ અને ગ્રાંટના ઉઠયા સવાલ
- શાળા અધિકારીને પ0 હજારમાંથી પ હજાર ખર્ચ કરવાની સતા: 18 પ્રશ્ર્નોની ચર્ચા: 3 ઠરાવો પાસ કરાયાં વિશ્વ યોગ દિવસની ઉજવણી: અંતર્ગત જિલ્લામાં યોજાશે કાર્યક્રમો: 1ર મુદાના વિવાદ વગર નિકાલ
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા કોઇ વાદ-વિવાદ વગર સંપન્ન થઇ હતી. સભ્યોમાં આંતરિક અસંતોષ હોવાની વાતનું ખંડન થયું હતું. ત્યારે સામાન્ય સભા પૂર્ણ થયા પછી જિલ્લા પંચાયતના વિકાસ કાર્યોની વણથંભી યાત્રા ચાલું જ રહેશે તેમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું.
જિલ્લા પંચાયતના સભા ખંડમાં જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો અને અધિકારીઓની ઉ5સ્થિતિમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા કોઇ વાદ-વિવાદ વગર સંપન્ન થયેલ હતી.
આ સામાન્ય સભામાં પ્રમુખ ભુપતભાઇ બોદર, ઉપપ્રમુખ સવિતાબેન, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) તથા તમામ શાખા અધિકારીઓ, સમિતિના ચેરમેનો, સભ્યો વિપક્ષ નેતા અર્જુનભાઇ ખાટરીયા વિગેરે ઉ5સ્થિત રહ્યા હતા.
સામાન્ય સભામાં 1ર મુદ્ાઓની ચર્ચામાં 18 જેટલા પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી હતી અને ઉ5સ્થિત થયેલા આ પ્રશ્ર્નોની સત્વરે નિકાલ કરાશે તેમ અધિકારીઓ, પદાધિકારીઓએ જણાવ્યું હતુઁ.
જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોએ 18 જેટલા પ્રશ્ર્નો પૂછયા હતા તે વ્હેલી તકે પૂર્ણ કરવા સુચનાઓ અપાઇ હતી.
સામાન્ય સભાની શરુઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી અને કોઇપણ વાદ-વિવાદ વગર ઉ5સ્થિત પ્રશ્ર્નોની ચર્ચા કરાઇ હતી.
વિરોધ પક્ષના નેતા અર્જુનભાઇ ખાટરીયાએ જિલ્લાના વિકાસમાં અવરોધરુપ પ્રશ્ર્નોનો સત્વરે નિકાલ કરવાની માંગ કરતાં પ્રમુખ ભુપત બોદર અને જિલ્લા વિકાસ અધિકારીએ સહકાર આપવાની ખાત્રી આપી હતી.
સામાન્ય સભામાં ત્રણ જેટલા ઠરાવો કરવામાં આવ્યા હતા. ર1 જુને થનારી વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં જીલ્લા પંચાયત સહયોગી બનશે. આટકોટમાં નિર્માણ પામેલ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને સુવિધા સભર હોસ્પિટલના પ્રણેતા ડો. બોધરાને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરાયો હતો.
શાળા અધિકારીને પહેલા જે પ0 હજાર સુધીની રકમનો ખર્ચ કરવાની સત્તા હતી તેમાં ઘટાડો કરી હવે માત્ર પ હજાર સુધીનો જ ખર્ચ કરી શકશે તેવો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરાયો હતો.
મારૂ ગામ પાણીવાળુ કરવા અને જિલ્લામાં આંગણવાડી તથા શાળા ઓરડાની મરામત કરવા તથા શાળાઓમાં શિક્ષકોની જે ઘટ છે તે સત્વરે ઉકેલવા પ્રયાસો હાથ ધરાશે તેમ પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત મહેકમમાં વિવિધ વિભાગોમાં જે સ્ટાફની ઘટ છે તે મંજુરી મેળવી વ્હેલી તકે ભરવા પણ આયોજન હાથ ધરાશે તેમ સામાન્ય સભામાં જણાવાયું હતું.