ગુજરાતના બે જિલ્લામાં થઇ રહેલા તાલુકા પંચાયત ચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાની 14 તાલુતા પંચાયતની 68 બેઠક અને ખેડા જિલ્લાની 9 તાલુકા પંચાયતના પરિણામ પર રાજકીય પક્ષોની નજર છે.
તાજી સ્થિતિ પ્રમાણેઃ
ખેડા જિલ્લામાં 44 બેઠકોમાંથી 27 ભાજપ અને કોંગ્રેસને 16 બેઠક મળી છે અને એકનું પરિણામ બાકી છે.
બનાસકાંઠા જિ. પં.માં 66માંથી 31 કોંગ્રેસને ભાજપને 24 બેઠક મળી છે અને 11નું પરિણામ બાકી છે.
તાલુકા પંચાયતોની કુલ 436 બેછકમાંથી 163 કોંગ્રેસ, 154 ભાજપ અને અન્યને 17 બેછક મળી છે, જ્યારે 107 બેઠકનું પરિણામ બાકી છે.
સવારે 9 વાગ્યાની આસપાસ શરુ થયેલા પરિણામના ટ્રેન્ડ મુજબ ને જિલ્લામાં ભાજપને નુકસાન થતું દેખાયું હતું. બપોરના 12 વાગતાં સુધીમાં બનાસકાંઠા જિલ્લાની 68 બેઠકમાંથી 16 પર કોંગ્રેસે જીત મેળવી લીધી હતી. જ્યારે ભાજપને 9 સીટ મળી છે.હજુ તમામ પરિણામ આવવા બાકી છે.
બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયત ચૂંટણી માટે 21 તારીખે થયેલાં મતદાનમાં 53.10 ટકા મતદાન નોંધાયું હતું. બનાસકાંઠા-ખેડા જિલ્લા પંચાયત સાથે બનાસકાંઠા, ખેડા અને ગાંધીનગરની 17 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 59.49 ટકા મતદાન નોંધાયું હતું.
બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે જેમાં કોંગ્રેસને 29 અને ભાજપને 19 સીટ બપોરે 2 વાગ્યા સુધીમાં આવેલા પરિણામમાં મળી છે. તો ખેડા જિલ્લામાં ભાજપ જીત તરફ આગળ વધતાં જિલ્લા પંચાયતની 44 બેઠકમાંથી 28 સીટ જીતી લીધી છે અને કોંગ્રેસને 16 બેઠક મળી છે.
આ સિવાય જિ.પ. ની પેટા ચૂંટણીમાં ભાજપને 3 અને કોંગ્રેસને 2 બેઠક મળી છે. આ વખતે ભાજપને એક બેઠક વધુ મળી છે. તાપી સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ભાજપ જ્યારે આણંદ-ભરુચમાં કોંગ્રેસ જીતી છે.
તાલુકા પંચાયત પરિણામમાં બનાસકાંઠામાં કોંગ્રેસનો દબદબો છવાયો છે. પૂર્વ આરોગ્યપ્રધાન શંકર ચૌધરીના વિસ્તારમાં કોંગ્રેસનું વધેલું જોર ભાજપને ચિંતામાં મૂકી ગયું છે.
ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણીમાં 6 બેઠકોનું પરિણામ જાહેર થયું છે તેમાં 4 પર ભાજપ અને 2 પર કોંગ્રેસે બાજી મારી છે.