જિલ્લા પ્રભારી મંત્રી જયેશ રાદડીયાના અધ્યક્ષ સ્થાને લોક પ્રશ્નોની સમિક્ષા માટે બેઠક યોજાઈ
ઉના ખાતે ઉના ગીરગઢડા અને કોડીનાર તાલુકાના લોક પ્રશ્નોની અન્ન નાગરીક પૂરવઠા અને જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઈ રાદડીયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાંરજૂ થયેલ તમામ પ્રશ્નો અધિકારીઓએ નકકી કરેલ સમય મર્યાદામાં ઉકેલવા જણાવી માત્ર કાગળ પર કાર્યવાહી થશે તો જે તે અધિકારીની જવાબદારી નકકી કરી એકશન લેવાશે તેમ રાદડીયાએ જણાવ્યું હતુ.
સમીક્ષા બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોનું સતત ફોલોઅપ સાથે મોનીટરીંગ કરાશે તેમ જણાવી મંત્રી એ કહ્યું કે, ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની જમીન ધોવાણ અને કૃષિપાકને થયેલ નુકશાનની સર્વે કામગીરી સત્વરે પૂર્ણ કરવા સ્પષ્ટ સુચનાઓ આપી હતી. ઉના ગીરગઢડા વિસ્તારમા રેતી અને ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો લોકોની રજૂઆતો અંગે મંત્રીએ દાખલો બેસે તેવી કામગીરી હાથ ધરી ખનીજ માફીયાઓને કડક હાથે દાબી દેવા સ્પષ્ટ આદેશ કર્યો હતો.