પ્રદર્શનની સાથે સાથે વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જીલ્લા, શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી રાજકોટ, જીલ્લા પ્રાથમીક શિક્ષણ સમીતી, રાજકોટના સંયુકત ઉપક્રમે આયોજીત રાજકોટ જીલ્લાનું ડો. વિક્રમ સારાભાઇ, વિજ્ઞાન-ગણીત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૧૯-૨૦ તેમજ વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ કાલાવડ રોડ ખાતે કરવામાં આવ્યું હતું.
સમારોહના ઉદધાટન તરીકે ડો. ચેતનાબેન વ્યાસ (પ્રાચાર્ય જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-રાજકોટ) મુખ્ય મહેમાન તરીકે ડો. અલ્પાબેન ત્રિવેદી (ટ્રસ્ટી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ) કીરીટસિંહ પરમાર (નાયબ પ્રાથમીક જીલ્લા શિક્ષણાધિકારી) રાજકોટ બી.આર.સી. ભરતભાઇ ગઢવી, કેમ્પસ ડાયરેકટર જોષી સહીતનાઓએ હાજરી આપી હતી.
આ પ્રદર્શનમાં કુલ ૧૨૩ કૃતિઓ અને શાળાઓ એ ભાગ લીધો હતો. જેમાં પ્રાથમીક વિભાગમાં કુલ પર કૃતિઓ માઘ્યમિક વિભાગમાં ૪૫ અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગના ૩પ કૃતિઓ હાજર રહી હતી.
જેમાં નિર્ણાયક તરીકે વિભાગ-૧ માં પી.આર.કોરીયા, મનીષભાઇ રામૈયા, કલમભાઇ પી.દવે, વિભાગ-ર માં માધવીબેન શુકલ, એન.આઇ. પાટીલ, સ્વાતિબેન પંડયા, વિભાગ-૩ માં એમ.એચ. સાણદાણી, અંજનાબેન દવે, ગૌતમ એન. લિબડીયા, વિભાગ-૪ માં જોષી નીરાલીબેન, વાડીયા હિમંતભાઇ કે. કગથરા, પ્રફુલભાઇ કે. વિભાગ-પ માં ભાવેશ એ. પાઠક, એલ.જે. પુરોહીત, ડો. ગોપાલભાઇ એફ મહેતા એ સેવા આપી હતી.
આ પ્રદર્શનમાં સાથે સાથે જીલ્લા કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રાથમીક વિભાગમાં અને માઘ્યમિક ઉચ્ચતર માઘ્યમિક વિભાગમાં ૦૩ વિઘાર્થીઓએ ભાગ લીધેલ તેમજ નિબંધ સ્પધામાં પ્રાથમીક વિભાગ એ ઉચ્ચતર માઘ્યમિક વિભાગમાં ૦૩ વિઘાર્થીઓએ ભાગ લીધેલ હતો.
વિજ્ઞાન- ગણીત- પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૯ ના આ ત્રણ દિવસ સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હાસ્ય કલાકાર તરીકે ઘનશ્યામભાઇ દેસાઇએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમની મુલાકાત રાજકોટની આજુબાજુની ઘણી શાળાઓએ, કોલેજના વિઘાર્થીઓ, ગ્રામ્યજનો તેમજ રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાઘ્યાયે લીધી હતી. તેમજ આ ત્રિદિવસીય વિજ્ઞાન પ્રદર્શનની સમાપન વિધિમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોશી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, કેપ્ટન જયદેવભાઇ જોશી તેમજ લાભુભાઇ ત્રિવેદી એન્જી. કોલેજના કેમ્પસ ડાયરેકટર જોશી સહીતનાઓએ હાજરી આપી હતી. જેમાં ઇનામ વિતરણ અને સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન સાંદીપની શાળા સંકુલ તેમજ લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિઘાલયે કરેલ હતું. સમારોહમાં આયોજનમાં જીલ્લા ક્ધવીનર ભરતસિંહ પરમાર: બી.આર.સી. ભરતભાઇ ગઢવી, વિરેન્દ્રભાઇ ઘરસંડીયા તેમજ દયાબેન ગજેરા, વિજ્ઞાન સલાહકાર ઉમાબેન તન્નાનો નોંધનીય ફાળો આપેલ હતો. આ આયોજન બદલ જી. સી. ઇ. આર.ટી. દ્વારા લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિઘાલય સદર બજાર રાજકોટને સન્માન પત્ર અર્પણ કરેલ હતું. આ કાર્યક્રમમાં લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજના આચાર્ય, તમામ અઘ્યાપકો તેમજ સ્વયંસેવકો તેમજ લાલબહાદુર શાસ્ત્રી ક્ધયા વિઘાલય સદર બજારના આચાર્ય ભરતસિંહ પરમાર, તમામ સ્ટાય પરિવાર અને સ્વયંસેવકોને ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદીએ અભિનંદન પાઠવીને તેમની કામગીરીને બીરદાવી હતી.