- તાલુકાના ટાઉન હોલ ખાતે આયોજન કરાયું હતું
- વાલીઓ અને લોકોમાં જાગૃતતા માટે આ મેળાનું આયોજન કરાયું હતું
અંજાર મધ્યે જિલ્લા કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરાયું હતું. જેમાં પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સંકલિત બાળવિકાસ સેવા યોજના અંતર્ગત પા પા પગલી પ્રોજેક્ટ હેઠળ જિલ્લા કક્ષાના ભૂલકાં મેળાનું આયોજન કરાયું હતું. અંજાર તાલુકાના ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સામાજિક કાર્યકરો તેમજ વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓમાં અને લોકોમા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે આ ત્રીજી વખત ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું. બાળકો દ્વારા પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ વિવિધ પ્રવૃતિઓ દ્રારા રજૂ કરવામા આવી હતી. વાલીઓ ઘરમા જ ઉપલબ્ધ સાધન-સામગ્રી અને વાતાવરણથી કેવી રીતે બાળકને શિક્ષણ આપી શકે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય રહ્યો હતો.
અંજારમાં પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સંકલિત બાળવિકાસ સેવા યોજના અંતર્ગત “પા…પા…પગલી” પ્રોજેક્ટ હેઠળ જિલ્લા કક્ષાના ભૂલકાં મેળાનું આયોજન અંજાર તાલુકા ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા, જિલ્લા પં. બાંધકામ સમિતિના ચેરમેન મશરૂ રબારી, જિલ્લા પં.સદસ્ય મ્યાજર છાંગા, નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી, પૂર્વ નગરપતિ વસંત કોડરાણી, તા. પં. સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રાણી થારું, અંજાર પ્રાંત અધિકારી સુનીલ, મામલતદાર ભગવતીબેન, તમામ ઘટકના CDPO , તમામ મુખ્યસેવિકા બહેનો, તમામ PSE, તમામ સ્ટાફ, આં.વા.કાર્યકર બહેનો, વાલીઓ તેમજ નાના નાના ભૂલકાઓ આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોજેક્ટ “પા…પા…પગલી” અંતર્ગત ભૂલકાં મેળો 3.0 યોજવામાં આવ્યો હતો. “પા…પા…પગલી” પ્રોજેકટ અંતર્ગત વાલીઓમાં અને લોકોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે આ ત્રીજી વખત ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં બાળકો દ્વારા પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ વિવિધ પ્રવૃતિઓ દ્રારા રજૂ કરવામાં આવી હતી. પાપા પગલી પ્રોજેકટ જિલ્લા તથા ઘટકના પ્રિ સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્રારા અભ્યાસક્રમની થીમ આધારિત ઉખાણા, જોડકણા, બાળગીત જેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામા આવી હતી અને આંગણવાડી કાર્યકર દ્વારા સસ્તી શૈક્ષણીક સાધન સામગ્રી (TLM) બનાવી તેના પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતું. વાલીઓ ઘરમાં જ ઉપલબ્ધ સાધન-સામગ્રી અને વાતાવરણથી કેવી રીતે બાળકને શિક્ષણ આપી શકે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય રહ્યો હતો.
અહેવાલ: ભારતી માખીજાણી