પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડની વરણીને રાજકોટ જિલ્લા ભાજપ આવકારી છે. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબએ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે ઉદયભાઈ કાનગડ, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપીકાબેન સરડવા, પ્રદેશ અનુ.જાતી મોરચાના અધ્યક્ષ  પ્રદ્યુમનભાઈ વાઝા, પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશભાઈ પટેલ, પ્રદેશ લઘુમતી મોરચાના અધ્યક્ષ ડો.મોહસીનભાઈ લોખંડવાલા, પ્રદેશ અનુ.જનજાતી મોરચાના અધ્યક્ષ હર્ષદભાઈ વસાવાની વરણી થતા રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી,  મનીષ ભાઈ ચાંગેલાએ નવનિયુક્ત મોરચાના સર્વે અધ્યક્ષઓને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

આગેવાનોએ જણાવ્યુ છે કે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે વિવિધ મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારીઓમાં યુવાનોને તક આપીને સંગઠનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. યુવા 21મી સદીમાં ટેકનોલોજીની કાર્યશૈલીથી અને યુવાનોના અથાક પરિશ્રમ થકી ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો વ્યાપ ખુબ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાતભરમાં સંગઠનનો વ્યાપ ખુબ વધ્યો છે. પેજ કમિટી દ્વારા ઘરે-ઘરે ભાજપનો સભ્ય બન્યો છે. ભાજપાનો પ્રત્યેક કાર્યકર રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રને એક નવી ઊંચાઈએ લઇ જવા પરિશ્રમ કરી રહ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.