છેલ્લા ૧૦ વર્ષમાં થયેલા કરોડોના ક્ષતિગ્રસ્ત બાંધકામો અને કડડભૂસ થયેલી દિવાલા તથા સ્કુલ પ્રશ્ર્ને વિપક્ષીનેતાની કમિશનર પાસે વિજીલન્સ તપાસની માંગ

રાજકોટ મહાનગરપાલીકામાં વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા એ જણાવ્યું છે કે ભય, ભુખ અને ભ્રષ્ટાચાર મૂકત શાસનનો કોલ આપી શાસનની ધૂરા સંભાળનાર ભાજપના રાજમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. અને મહાનગરપાલીકા પણ ભ્રષ્ટાચારમાંથી બાકાત નથી જેની પોલ તાજેતરમાં રાજકોટમાં મેઘરાજાએ ખોલી નાંખી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તા પકર ગાબડા પડી ગયા અને ડ્રેનેજોના મેઈન હોલ ચોકપ થતા ડ્રેનેજોનાં ગંદા પાણીથી શેરીઓ નદી બની છે. સાંઠગાંઠથી અને ભાજપના ગાંધીનગર સ્થિત ગોડ ફાધરોને પગલે કોન્ટ્રાકટરોને થાબડભાણા થાય છે. અને પાર્ટી ફંડ માટે મજબુર કરતા હોવાથી કોન્ટ્રાકટરો નબળા બાંધકામો કરે છે અને રસ્તા અને કરોડોના કામોમાં ભાજપનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે. અને મેઘરાજાએ ભ્રષ્ટાચારના પોપડા ઉખેડી નાખતા રાજકોટ મહાનગરપાલીકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ તાકીદના પત્રથી મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની અને રાજયના શહેરી ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડના સચીવને ગાંધીનગર કામોમાં થતા ભ્રષ્ટાચારોની વીજીલન્સ તપાસની માંગણી કરી છે. તાજેતરમાં મેયરના વોર્ડમાં કોઠારીયા કોલોનીમાં લક્ષ્મીવાડી પુલ પાસે ૧ મહિના પહેલા થયેલ દિવાલ અને પતરા કડડભૂસ થ, ગઈ છે. અને આજ વોર્ડમાં ૯ વર્ષ પહેલા જિલ્લા ગાર્ડનની ૨૦૦ મીટર જેટલી દિવાલ પણ કડડભૂસ થઈ છે. અને કરોડોના ખર્ચે બનેલ ગોંડલ રોડ પરનાં ટ્રાઈ એંગલ ઓવરબ્રીજમાં ત્રણેક ફૂટનું ગાબડુ વિનોબા ભાવે સ્કૂલની છત ઘસી ગઈ છે. બાંધકામ શાખામાં રસ્તા અને કામોમાં થતો ભ્રષ્ટાચાર બેકાબુ છે. ત્યારે સિમેન્ટ ઉપયોગ કરવાનું કોન્ટ્રાકટરો ભૂલી જાય છે. કે કેમ? મહાનગરપાલીકામાં કામો પૂર્ણ થાય કે તરત જ કોન્ટ્રાકટરોએ કરેલા કામોની યોગ્ય તપાસ કરાતી નથી. અને કામો ચાલુ હોય ત્યારે ઈજનેરોની ફૌજ ધરાવતી મનપા સેંપલો લેતી નથી જેને કારણે પ્રજાના પૈસાનું આંધણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.