- ગટર યોજનાના સંચાલનને લઇ સ્થળ પર નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા
- વિવિધ બાબતોને લઇ કામગીરી કરવા માટે અધિકારીઓને કડક સુચન કર્યા
અબડાસાના મુખ્ય મથક નલિયા ગામની જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે ઓચિંતી મુલાકાત લીધી હતી. નલિયામાં વર્ષ ૨૦૦૯માં રુબન ગટર યોજના અંતર્ગત અગિયાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નલીયા ગામની ગટર યોજનાનું હાલ કઈ કન્ડિશનમાં સંચાલન થઈ રહ્યું છે તેની જાત મુલાકાત લઈ સ્થળ પર નિરિક્ષણ કર્યું હતું. સાથે વિવિધ બાબતેને લઇ જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત મીઠી ડેમથી નલિયા આવતી પાણીની મુખ્ય લાઈનોમાં જે લોકોએ ગેરકાયદેસર કનેક્શન લીધા છે તેમના કનેક્શન તાત્કાલિક ધોરણે દુર કરવા પાણી પુરવઠાના અધિકારીઓને કડક સુચના આપી હતી જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમિયાન અબડાસા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી,વિસ્તરણ અધિકારી,તેમજ ગટર અને પાણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
નલિયા માં વર્ષ ૨૦૦૯ માં રુબન ગટર યોજના અંતર્ગત અગિયાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નલીયા ગામ ની ગટર યોજના હાલ કઈ કન્ડિશનમાં સંચાલન થઈ રહ્યું છે તેની જાત મુલાકાત લઈ સ્થળ ઉપર નિરિક્ષણ કર્યું હતું. જેમાં ગટર યોજનાનું સંપ રુમ અને ગટર ગામથી બહાર નીકળતી તલાવડી ઓનું બાવરની ઝાડીઓ વાડા માગૉ ઉપરથી પણ સ્થળ ઉપર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં ગટર યોજનાનું જે જગ્યાએ સંપ અને તલાવડી ઓ છે તે જગ્યાએ તેના માગૉ બાવડની ઝાડીઓથી ઘેરાયેલા છે તેની સાફ સફાઈ માટે કડક સુચના આપવામાં આવી હતી સ્થળ ઉપર ગટર યોજના કેવી રીતે સંચાલન થાય છે. જેની નલિયા સરપંચ રામજી કોલી પાસેથી માહિતી લિધી હતી સરપંચે જીલ્લા વિકાસ અધિકારી પાસે રજૂઆત કરી હતી કે ગટર યોજના સંચાલન માટે માસિક લાખથી સવા લાખનો ખચૅ છે.
તદ ઉપરાંત નલિયા ગામની પાણી યોજના ગ્રામપંચાયત કરે છે અને તાજેતરમાં પાણીની મોટરો ખરાબ થઈ ગયેલ છે જેના કારણે પાણી વિતરણ ઉપર અસર પડી છે તદ ઉપરાંત નલિયા ગ્રામપંચાયતમાં કાયમી કોઈ તલાટી નથી જેના કારણે વિકાસના કામો સાથે તાલુકા ભરમાંથી આવતા જન્મ મરણ ના દાખલા કઢાવવા આવતાં અરજદારો પરેશાની ભોગવી રહ્યા છે માટે કાયમી તલાટી ની નીમણુંક કરવામાં આવે અને જીલ્લા કક્ષાએથી પાણી યોજના માટે પાણીની મોટરો અને સાધન સામગ્રી ફાળવવામાં આવે તેવી રજૂઆત સરપંચે કરી હતી આ ઉપરાંત મીઠી ડેમથી નલિયા આવતી પાણીની મુખ્ય લાઈનો માંથી ગેરકાયદેસર કનેક્શન જે લોકોએ લિધા છે તેમના કનેક્શન તાત્કાલિક ધોરણે દુર કરવા પાણી પુરવઠાના અધિકારીઓને કડક સુચના આપી હતી જીલ્લા વિકાસ અધિકારીએ દોઢ કલાક જેટલી અબડાસા ની મુલાકાત લીધી હતી.
મુલાકાત વેળાએ અબડાસા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહીર ,વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢા ,તેમજ ગટર અને પાણી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ: રમેશ ભાનુશાલી