મતદાર યાદીમાં નવા 4 નામ ઉમેરવાના મામલે ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં દાદ સમયે અન્ય ટ્રસ્ટીએ ચૂંટણી પ્રક્રિયા અટકાવવાની માંગ કરી’તી
રાજકુમાર કોલેજ ટ્રસ્ટની હોદેદારોની ચુટણી અંગે 1માસથી ચાલી રહેલ વિવાદમા ડીસ્ટ્રીકટ કોર્ટે કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરતા ચુટણીની પ્રક્રિયા સામેના તમામ વિઘ્નો દુર થયા છે.
આ કેસની કિકત એવા પકારની છે કે રાજકુમાર કોલેજ ટ્રસ્ટમા હોદેદારોની વરણી માટે મતદારોની સખ્યા અનિશ્ચિત છે. ટ્રસ્ટના 150 વર્ષ પહેલાના બધારણ પ્રમાણે સૌરાષ્ટ્રના વિવિધ રજવાડાઓના જયેષ્ઠ રાજકુમાર આ ટ્રસ્ટના મતદાર બનાવાયેલ છે. સમય જતા જે જે રજવાડાઓના રાજાઓને પુત્ર ન હોય તે રજવાડાઓ મતદાર યાદીમાથી ક્રમશ: બાકાત થતા ગયેલ હતા. છેલ્લે વર્ષ ર01રમાં હોદેદારોની ચૂંટણીમા ર7 મતદારોનું લીસ્ટ હતુ. બધારણ મુજબ હોદેદારોની મહતમ કાર્યકાળ 8 વર્ષનો હતો જે કાર્યકાળ હાલના હોદેદારો માટે વર્ષ ર0ર1માં પુર્ણ થઈ ગયેલ હતો.
આ કારણે સયુકત ચેરીટી કમિશ્નરે રજીસ્ટ્રારને ચુંટણી અધિકારી તરીકે નિમણુક આપી ચુટણીનો કાર્યકાળ ઠરાવી આપેલ હતો. આ કાર્યકાળ દરમ્યાન મતદારોની યાદી પ્રસિધ્ધ કરવી હોદેદારોએ ર3 મતદારોની યાદી મોકલાવેલી. ચુટણી પ્રક્રિયા શરૂ થતા 4 રાજવીઓએ મતદાર તરીકે તેઓને ઉમેરવા અરજી આપેલ, જે મુજબ ચુટણી અધિકારીએ ર7મતદારોની યાદી બહાર પાડેલ. આથી નારાજ થઈ હાલના ટ્રસ્ટી મતદારોએ હાઈકોર્ટમા ર7 મતદારોની આ નવી મતદાર યાદી સામે દાદ માંગી હતી. રાજવીઓના નામ ચુટણી અધિકારીએ મતદાર તરીકે ઉમેરેલ છે તેઓ બધારણ પ્રમાણે લાયકાત ધરાવતા નથી તેમજ આવો ઉમેરો કરવા ચુટણી અધિકારીને કોઈ અધિકાર નથી.
હાઈકોર્ટમા આ પીટીશનની સુનવણી ચાલુ હતી તે દરમ્યાન ધ્રોલના રાજવી હરીશચદ્રસિંહ જાડેજાએ સિવીલ કોર્ટમા દાવો કરી ચુટણી પ્રક્રિયા અટકાવવાની દાદ માગેલ. આ દાવામા પ્રાથમિક રજુઆતો થયા બાદ હરીશચદ્રસિંહ જાડેજાએ પોતાનો દાવો પાછો ખેંચી લીધેલો. આ દાવો પાછો ખેચાયો તે જ દિવસે ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે મહીપાલસિહએ ડીસ્ટ્રીકટ કોર્ટમા અરજી કરી ચુટણી પ્રક્રિયા અટકાવવાની દાદ માગેલ. ડીસ્ટ્રીકટ કોર્ટમા આ અરજીની સુનવણી દરમ્યાન ચુટણી અધિકારી વતી જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલુ કે, હાલના ટ્રસ્ટી મતદારો યેનકેન પ્રકારે ચુટણી પ્રક્રિયામા મતદારોની સખ્યા ફકત ર3 જ રહે તેવા આશયથી જુદી જુદી અદાલતોમા જુદા જુદા સમયે કાયદાની પ્રક્રિયા શરૂ કરે છે.
ટ્રસ્ટીઓએ સ્વયંભુ અને મનસ્વી રીતે મતદારોની સખ્યા કોઈ જ કારણ દર્શાવ્યા વિના ર7માંથી ર3ની કરી નાખેલ છે પોતાના જ હિતાર્થીઓ મતદાર બને તેવા આશયથી નવા ઉમેરાયેલ મતદારો સામે કસમયે વિવાદ ઉઠાવે છે. જે રાજવીઓના નામ મતદાર તરીકે ઉમેરાયેલ છે તે રાજવીઓના કોઈપણ વારસદારે ચુંટણી અધિકારી સમક્ષ મતદાર તરીકે પોતાને ઉમેરવા માટે અરજીઓ કરેલ ન હતી તેમજ ઉમેરાયેલ રાજવીઓના નામ સામે કોઈ વિરોધ નોધાવેલ ન હતો.
હાલના વાધેદારો તેમજ ટ્રસ્ટીઓ પાસે મતદારયાદી સબધે કોઈપણ પ્રકારનો વિવાદ ઉઠાવવા માટે પુરતો સમય હતો તેમ છતા ચુટણી પ્રક્રિયા વેગવતી બની છે ત્યારે વિવાદો ઉઠાવી ચુટણી પ્રક્રિયાને ખોરભે પાડવાના આશયથી કસમયે વિવાદો ઉઠાવે છે. વાધેદારોની આ વર્તણુકને ઘ્યાનમા લઈ ચુટણી પ્રક્રિયા સામેની કોઈપણ દાદ મળવાપાત્ર નથી તેવી ભારપુર્વક રજુઆતો કરવામા આવેલ. આ તમામ રજુઆતોના અતે ડીસ્ટ્રીકટ કોર્ટે ઠરાવેલ છે કે, રાજયની સર્વોચ અદાલતમા આજ મુદદ્દા અંગે વિવાદની સુનવણી શરૂ થઈ ગયેલ હોય ત્યારે જિલ્લા કક્ષાની અદાલતે કોઈપણ પ્રકારનો હુકમ કરવો ન્યાયોચીત જણાતો નથી.
આ કેસમા રાજકુમાર કોલેજ ટ્રસ્ટની ચુટણી કરાવવા માટે નિમાયેલ ચુટણી અધિકારી વતી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.