લોનના ગુનામાં નીચેની કોર્ટે ત્રણ વર્ષની સજાના હુકમ સાથે આરોપીએ અપીલ કરી હતી
એ.જી. ઓફીસના સસ્પેન્ડ કર્મચારી ભરત પ્રભાશંકર ત્રિવેદી તથા તેમના પત્ની વનીતાબેન ત્રિવેદી અને જીતેશ ભાનુભાઇ થોભણાએ સબ રજીસ્ટ્રારના સહી સીકકા સહીત તમામ દસ્તાવેજો બોગસ ઉભા કરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાંથી ૨.૩૦ લાખ ની લોન લઇ કૌભાંડની ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને તે ફરીયાદના અનુસંધાને જયુડી. મેજી.કોર્ટમાં ફોજદારી કેસ ચાલેો અને તે કેસમાં ઉપરોકત આરોપીઓ સામે કૌભાંડનો ગુન્હો સાબીત થતાં કોર્ટે તમામ આરોપીઓને ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારેલો તે હુકમની સામે આરોપીઓએ કરેલા અપીલમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહી દલીલ કરેલા અને આરોપીઓને જે સજા કરવામાં આવેલી છે તે યોગ્ય છે અને આરોપીઓ સામે કેસ સાબીત થયેલો છે.
તેથી તેને થયેલ સજાના હુકમના કોઇ ફેરફાર કરવો જોઇએ નહી અને સજા કાયમ રાખવી જોઇએ. સરકારી વકીલ દલીલ તથાપુરાવાઓને ઘ્યાને લઇ સેસન્સ જજ એચ.એ. બ્રહ્મભટ્ટની અદાલતે આરોપીઓની અપીલ રદ કરી નીચેની કોર્ટએ કરેલા ત્રણ વર્ષની સજા તથા દંડનો હુકમ કાયમ રાખેલો છે. આ કામના સરકાર તરફે વકીલ મુકેશ જી. પીપળીયા રોકાયેલા હતા.