સંકુલમાં ન્યાયાધીશ આવાસો પણ બંધાશે: માર્ચથી કામ શરૂ થશે

જામનગરની બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ વાળી જગ્યામાં નવું કોર્ટ સંકુલ બનશે તેવી  જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જામનગરના ગાંધીનગર પાસે આવેલી સિટી સરવે નંબર ૪૧૧૨ વાળી  જગ્યામાં સમગ્ર કોર્ટ પરિસરનું નિર્માણ થશે ઉપરાંત રહેઠાણની સુવિધાઓ પણ તે સ્થળે જ ઉપલબ્ધ કરાવાશે. જામનગરના જિલ્લા કલેકટર  રવિશંકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જામનગર નું નવું કોર્ટનું સંકુલ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, અને ગુજરાત હાઇકોર્ટના પ્રભારી એલ. આર. ત્રિવેદી દ્વારા અગાઉ જામનગરની મુલાકાત લેવામાં આવી હતી, અને ગાંધીનગર રેલવે સ્ટેશન ની બાજુમાં આવેલી સરવે નંબર ૪૧૧૨ વાળી જગ્યા કે જે બ્રુક બોન્ડ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે, તે જગ્યાનું નિરીક્ષણ કર્યા પછી તેની સહમતી મળી હતી. ગત ૨૭.૧૧. ૨૦૧૯ ના દિવસે આ જગ્યામાં અદાલત પરિસર ઉભું કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની આજે વિધિવત હસ્તાંતરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને જિલ્લા કલેકટર દ્વારા જામનગરના ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સમક્ષ ૨૪,૦૧૧ ચોરસ મીટર જગ્યા હસ્તાંતરિત કરવામાં આવી હતી, અને કોર્ટ પરિસર નિર્માણ માટે વિધિવત સોંપણી કરી દેવામાં આવી છે. આગામી માર્ચ મહિનાથી જામનગર શહેર માટે નું નવું અદાલત પરિસર નું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. સાથોસાથ જજના રહેઠાણની સુવિધા પણ આ પરિસરમાં જ ઉપલબ્ધ કરાવાશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.