મનઘડંત બેનરો હટાવી ગ્રાહકોને સંતોષકારક જવાબો આપો અન્યથા ધરણા…

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (સિનિયર કોંગ્રેસ અગ્રણી), લોક સંસદ વિચાર મંચના લીગલ એડવાઈઝર એડવોકેટ ઇન્દુભા રાઓલ, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા (ચીફ કોઓર્ડીનેટર રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ) ની એક સંયુક્ત યાદી જણાવે છે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની શહેરમાં ત્રણેક ડઝનથી વધુ શાખાઓ છે. બેંકના કેટલાક કર્મચારીઓ, બેંક મેનેજર ની દાદાગીરી અને જોહુકમીનો સિનિયર સિટીઝન્સ, મહિલાઓ, પેન્શનરો, રોકાણકારો, ખાતેદારો ગ્રાહકો રોજબરોજ ભોગ બને છે.

બેંકના કર્મચારીઓ ગ્રાહકો સાથે બે જવાબદારીભર્યું અને ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. શહેરમાં ની જઇઈં ની ફરિયાદો ની બેંકના સદર ખાતે રિજિયોનલ મેનેજરની કચેરીમાં કરવામાં આવે તો પણ કશો ફરક પડતો નથી રિજિયોનલ મેનેજર કોઈને રૂબરૂ મળતા નથી

શહેરની ગુંદાવાડી શાખા સહિત અનેક શાખાઓમાં કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ જઈને મન પડે તેવા ગેરકાયદેસર અનઅધિકૃત બોર્ડ લગાવી ગ્રાહકોને ધમકાવે છે. જેમાં ’ઈંઙઘ ની અરજી જઇઈં ના ગ્રાહક પાસેથી ગ્રાહક દીઠ એક જ સ્વીકારાશે ગ્રાહકે પોતે પોતાની પાસબુક સાથે રાખવી જરૂરી છે અન્ય વ્યક્તિઓની અરજી સ્વીકારાશે નહીં તકરાર કરનાર વ્યક્તિઓ સામે બેંક ઈંઙઈ કલમ હેઠળ યોગ્ય પગલાં ભરશે’ તેમજ અમુક શાખાઓમાં ફોટોગ્રાફી કરવાની પ્રતિબંધ છે આ પ્રકારના બોર્ડ તે નિયમ વિરુદ્ધ છે.

જે બોર્ડ હટાવવા  શહેરની લક્ષ્મીવાડી રોડ ખાતેની ગુંદાવાડી શાખાના જઇઈં ના બ્રાંચ મેનેજર ને અને રીજીયોનલ મેનેજર, જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જેમાં બેનર કોના આદેશથી લગાવેલ છે અને પરિપત્ર હોય તો તેની નકલ આપવા જણાવેલ હતું શહેરની એક પણ રાષ્ટ્રીયકૃત બેન્કમાં આવા બેનર લાગેલ નથી ફક્ત એસબીઆઈ માં જ જડ નિયમો અને ઘરની ધોરાજી ચલાવતાં હોય તો તે ચલાવી લેવાશે નહીં

આગામી દિવસોમાં રીજીયોનલ મેનેજરની શાન ઠેકાણે લાવશું. અનઅધિકૃત બેનર શાખામાંથી હટાવવા અંગે રાજકોટના જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા તારીખ 8/12/2021 થી ગુંદાવાડી શાખાના બ્રાંચ મેનેજર ને નિયમોનુસાર કાર્યવાહી  કરવા લેખિત આદેશ કરવા છતાં આ આદેશનો ઉલાળિયો કરી ગેરકાયદેસર બોર્ડ હટાવવામાં આવેલ નથી અને જિલ્લા કલેક્ટરનો પત્ર પણ કચરાપેટીમાં સ્વાહા કરેલ છે.

જિલ્લા કલેકટર નો પત્ર અને કોંગ્રેસ પ્રવક્તા ગજુભા ની લેખિત રજૂઆતો છતાં ગુંદાવાડી બ્રાન્ચના કે અન્ય બ્રાન્ચ માંથી આવા ગેરકાયદેસર હોડીંગ કે બેનરો આજે પણ લાગેલા છે તે ગ્રાહકો નું અપમાન છે. ગ્રાહકોને ધમકાવવાની વાતો બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જઇઈં ની  રિજિયોનલ કચેરી ખાતે ગ્રાહકોને સાથે રાખી ધરણા કરવાની ફરજ પડશે.

શહેરમાં એસબીઆઈ ની દાદાગીરી જોહુકમી અને મનઘડત, જડ કાયદાનો ભોગ બનતા કોઈપણ નાગરિકો પોતાની લેખિત ફરિયાદ ગજેન્દ્રસિંહ ઝાલા, લોક સંસદ વિચાર મંચ, કોઠારીયા કોલોની – 427, રાજકોટ-360002 (મો 94262 29396) ખાતે 15 જાન્યુઆરી 2022 પહેલા લેખિત બે નકલમાં મોકલી આપવી જેથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ધ્યાન દોરી શકાય તેમ અંતમાં ઝાલા, લાબડીયા, રાઓલે અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.