કોંગ્રેસેના 9 જિલ્લા અને 4 શહેરોના પ્રમુખની કરી વરણી
અબતક, રાજકોટ
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં 4 શહેરો અને 9 જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. જેમાં 7 પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યાં છે તો 6 નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે.કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખોની યાદી જોઈએ તો છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ પદે ઉમેશ શાહ, મોરબી જિલ્લાનાં પ્રમુખ પદે જયંતીલાલ પટેલ, પાટણ જિલ્લાનાં પ્રમુખ પદે શંકરજી ઠાકોર, જામનગર શહેરનાં પ્રમુખ પદે વિરેન્દ્રસિંહ જાડેજા, જૂનાગઢ શહેરનાં પ્રમુખ પદે અમિત ઠુમ્મર, ખેડા જિલ્લાનાં પ્રમુખ પદે રાજેશ ઝાલા, પોરબંદર જિલ્લાનાં પ્રમુખ પદે નાથાભાઇ ઓડેદરાને રિપીટ કરવામાં આવ્યા છે.જ્યારે પોરબંદરનાં નવા સીટી પ્રમુખ તરીકે અતુલભાઈ ભગવાનજીભાઈ કારિયા, આણંદ જિલ્લા પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પરમાર, ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મોતી ચૌધરી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે મોહંમદ યાસીન ગજજાન, નડિયાદ શહેર પ્રમુખ તરીકે હાર્દિક ભટ્ટ, દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે હર્ષદ નીનામાની વરણી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા અને દંડક તેમજ વિપક્ષનાં ઉપનેતાનાં નામો પણ જાહેર
કરાયા હતાં. જેમાં એએમસીમાં વિપક્ષના નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણનાં નામ પર મહોર મારવામાં આવી હતી. તો વિપક્ષનાં દંડક તરીકે જગદીશ રાઠોડ અને વિપક્ષનાં ઉપનેતા તરીકે નીરવ બક્ષીનાં નામની જાહેરાત કરાઇ હતી. અત્રે મહત્વનું છે કે, અમદાવાદ મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતાનું પદ છેલ્લાં 10 મહિનાથી ખાલી હતું.