પ્રદેશ કક્ષાના આગેવાનો ભુજ પહોચ્યા
આગામી પેટા ચુંટણી અનુલક્ષીને મહત્વની રણનીતી ઘડવા કોંગ્રેસ જિલ્લા કારોબારીની બેઠક યોજાઇ હતી છે. બેઠકમાં હાજરી આપવા પ્રદેશ આગેવાનો ભુજ પહોચ્યા છે.
અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા પણ આ બેઠકને પુન: કબજે કરવા માટે કમર કસવામાં આવી છે. જિલ્લાકક્ષાથી લઈ પ્રદેશકક્ષાના મોભીઓ અબડાસા મત વિસ્તારના ગામડાઓ ખુંદીને કોંગ્રેસ પક્ષને વધુમાં વધુમાં સરસાઈ મળે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આગામી ચૂંટણીને અનુલક્ષીને મહત્ત્વની રણનિતિ ઘડવા માટે બપોરે માતાના મઢ ખાતે જિલ્લા કારોબારીની બેઠક મળવાની હોઈ પ્રદેશકક્ષાના મોભીઓ આજે ભુજ આવી પહોંચ્યા હતા. આજે સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના આગેવાનો ભુજ ઉમેદ ભુવન ખાતે આવી પહોંચતા જિલ્લાના હોદ્દેદારો- કાર્યકરો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે આગેવાનો-કાર્યકરો સાથે પ્રદેશના મોભીઓએ મહત્ત્વની ચર્ચાઓ પણ કરી હતી. ઉમેદ ભુવન ખાતે પ્રદેશ કોંગ્રેસના મોભી નૌશાદ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વિ.કે.હુંબલ, આદમભાઈ ચાકી, જુમાભાઈ રાયમા, ચેતન જોષી, ગની કુંભાર, અરજણ ભુડિયા, રવિ ત્રવાડી, લતીફ મારા, ભરત ઠક્કર, સંજય ગાંધી, દીપક ડાંગર, પી.સી.ગઢવી, રાજેશ આહિર, રાજેન્દ્રસિંહ જાડેજા, સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
કોંગ્રેસની વિસ્તૃત કારોબારી માટે પ્રદેશ આગેવાનો અમીત ચાવડા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી સહિતના નેતાઓ ભુજમાં આવ્યા છે. ત્યારે વિધાનસભાના વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ ચૂંટણી અનુસંધાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અબડાસા વિધાનસભા પર ઉમેદવારની પસંદગીમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની માંગણી સંતોષાશે અબડાસા સહિત ૮ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે. આજે અબડાસા મત ક્ષેત્રમાં વિસ્તૃત કારોબારી યોજાવાની છે ત્યારે મા આશાપુરાના ચરણોમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તે માટે પ્રાર્થના કરવામાં આવશે. પ્રદેશના સિનિયર નેતાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, બૂથ લેવલ સુધી જોડાયેલા આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા વિમર્સ કરી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું