ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના એએસપી પ્રશાંત સુલે દર મહિને ખંભાળીયા ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાય છે. આ વખતે ઓખા મરીન સ્ટેશનમાં જીલ્લાકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પ્રદ્યુમનસિંહ ગઢવી સાથે દ્વારકાના પીએસઆઈ ડી.કેવાડીયા, મીઠાપુરના ચંદ્રકલા.બી.જાડેજા, ભાણવડના મકવાણા, સલાયાના જાડેજા, કલ્યાણપુરના કારગીયા, ખંભાળીયાના મકવાણા સાથે ઓખા મરીન પોલીસનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. આ પ્રસંગે એ.એસ.પી.એ ઓખા મેઈન બજારની પગપાળા પેટ્રોલીંગ કરી ત્યારબાદ મીઠાપુરના પી.એસ.આઈ ચંદ્રકલા.બી.જાડેજા સાથે ઓખા રેલવે સ્ટેશનથી આરંભડા સુરજકરાડી પોલીસ સ્ટેશન સાથે સુરજકરાડી મેઈન બજારની ફલેગમાર્ચ કરી હતી.
Trending
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો
- અંજાર: સુશાસન દિવસ નિમિત્તે “સીટી સિવિક સેન્ટર”ના ઈ- લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
- Year Ender 2024 : આ વર્ષે, આ 10 IPOએ ઇન્વેસ્ટર્સને કર્યા માલામાલ,જાણો કોને થયો નફો અને કોને નુકસાન!