જનવિકાસના પ્રશ્નોની સત્વરે સમય મર્યાદામાં ઉકેલ લાવવા જિલ્લાના અધિકારીઓને કલેકટર માકડીયાની તાકીદ
મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની મળી ગયેલ બેઠકમાં જિલ્લા કલેકટર માંકડીયાએ જિલ્લામાં ચાલી રહેલ ખાણીજચોરીની બેરોકટોક પ્રવૃત્તિ પર રોક લગાવવા ખાસ ટીમ બનાવી ખનિજચોરો પર તૂટી પડવા આદેશ જારી કરતા ખાણીજચોરો માટે બુરે દિનનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
સંકલન ફરિયાદની બેઠકમાં જિલ્લા કલેકટર માંકડીયાએ જનવિકાસને સ્પર્શતા પ્રશ્નો ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ દ્રારા રજુ થતા હોય તેનો સત્વરે યોગ્ય નિકાલ કરવા અને જરૂર પડે ત્યારે પદાધિકારીઓ સાથે સંકલન કરી પ્રશ્નો હલ કરવા ચુસ્ત પણે સુચનાનો અમલ કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં સૌથી અગત્યના મુદામાં જિલ્લા કલેકટરે મોરબી જિલ્લામાં ચાલતી બિન અધિકૃત ખનીજ ખનન અને મોટાપાયે વાહનોમાં થતી હેરફેર પ્રવૃતિ અંગે ધારાસભ્યોની રજુઆત અંગે તાકિદે સબંધિત અધિકારીઓને ટીમો બનાવી કડક ચેંકીગ ઝુંબેશ હાથ ધરવા અને સખ્ત કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર કચેરી સભાખંડમાં યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટરે નગરપાલીકા ચીફ ઓફીસરને વધુમાં જણાવ્યું હતુ કે નગરપાલીકાના પ્રશ્નો હલ કરવા સરળતા રહે તે માટે સંકલનની બેઠક અગાઉ અલાયદી રીતે ધારાસભ્યો, સાસંદોના સંકલનમાં રહી પ્રશ્નોની ચર્ચા અને સમીક્ષા કરી લેવા જણાવ્યું હતું.
આ સંકલન બેઠકમાં શિક્ષણ, રોડ રસ્તા, ભૂર્ગભગટરના, શહેરી સ્ટીટ લાઇટ, નદી સફાઇ, માળીયા પુલ રીપેરીંગ દરમ્યાન ડાયવર્ઝન પુલની નજીકમાં કરવા, ચેકડેમ રીપેરીંગ, પાણી વહેણના વગેરે પશ્નો ધારાસભ્યો દ્રારા રજુ થયા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, ધારાસભ્યોમાં બ્રિજેશભાઇ મેરજા, લલીતભાઇ કગથરા, મહમદજાવિદ પીરઝાદા, પરસોતમભાઇ સાબરીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી. તેમજ જીલ્લાના જુદી જુદી કચેરીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com