૬૧ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિ: તળાવ, ચેકડેમોનો સર્વે હાથ ધરવા અને એલર્ટ રહેવાની સુચના

જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન કામગીરી અંગેની બેઠક મળી હતી જેમાં ૬૧ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં તળાવ, ચેકડેમોનો સર્વે હાથ ધરવા અને એલર્ટ રહેવાની સુચના પણ આપવામાં આવી હતી.

ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે પ્રિ-મોન્સુન કામગીરી માટે સરકારી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે પ્રિ-મોન્સુન કામગીરી વ્યવસ્થિત રીતે થાય તે માટે જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે કલેકટર ડો.રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભેની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં પ્રાંત કચેરી, સિટી સર્વે કચેરી, મામલતદાર કચેરીઓ, બહુમાળી ભવનની વિવિધ શાખાઓ, જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓના અધિકારીઓ સહિત કુલ ૬૧ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.

આ બેઠકમાં ક્ષતિગ્રસ્ત મકાનો ઉપર કરાયેલા ડિમોલીશનની યાદી તૈયાર કરી સબમીટ કરાવવાની સુચના અપાઈ હતી. ઉપરાંત તળાવ અને ચેકડેમોનો સર્વે હાથ ધરવા તેમજ એકશન પ્લાન તૈયાર કરીને એલર્ટ રહેવાની સુચના પણ આપવામાં આવી હતી.

કલેકટર કચેરી અને મહાપાલિકાને એક-એક અદ્યતન બોટ મળી

IMG 20190510 WA0005

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાને બે અદ્યતન હાઈપર બોટ મળી છે જેમાં એક જિલ્લા કલેકટર કચેરીના ડિઝાસ્ટર વિભાગને અને બીજી મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. આ બોટમાં આઠ વ્યક્તિઓ સવાર થઈ શકશે. ચોમાસા દરમિયાન આ બોટનો ઉપયોગ પુરગ્રસ્ત વિસ્તારોમાં પણ કરવામાં આવશે. બોટની ખાસીયત છે કે તે છીછરા પાણીમાં પણ તરી શકે છે. નોંધનીય છે કે, ચોમાસાને ધ્યાને લઈને જિલ્લા કલેકટર કચેરી ખાતે એક જૂનથી કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.