જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી કે. રાજેશે જણાવ્યું હતું કે, ચોમાસુ આવતા પહેલા જિલ્લાના જે ગામોમાં કોઝવે તુટી જાય છે. અને ગામોનો સંપર્ક તુટી જાય છે તેવા ગામોએ તાત્કાલિક નવા ૧૩૫ કોઝવે બાંધવામાં આવશે. શ્રી .કે.રાજેશ જિલ્લામાં એટીવીટીના કાર્યો અને મા વાત્સલ્ય કાર્ડની કામગીરી પુરી કરવા ખાસ તાકીદ કરી હતી.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અરજદારો જે તે કચેરીને પત્ર કે અરજી કરે છે ત્યારે તેનો તાત્કાલિક અને યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા અરજદારો કે ગ્રામજનોના પ્રશ્નોની રજુઆત કરે ત્યારે તેને સહાનુભુતીપૂર્વક સાંભળીને હકારાત્મક રીતે તાત્કાલિક નિકાલ કરવો જોઈએ તેમના પ્રશ્નોમાં જો સરકારના અન્ય વિભાગો સંકળાયેલા હોય તો તે વિભાગના અધિકારીશ્રીઓએ સંકલન કરીને ઉકેલ લાવવો જોઈએ.
આ ઉપરાંત દરેક ગામમાં પ્રાથમિક શાળાના મકાનોમાં પાણીની સુવિધા તથા સ્વચ્છતા જાળવવા સરકારી બાકી લેણાની વસુલાત કરવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષ બંસલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપક મેઘાણી, નિવાસી અધિક કલેકટરશ્રી ચંદ્રકાંત પંડયા તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com