યોજનાઓને લઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ સાથે કલેકટર કચેરીમાં બેઠક
સમગ્ર રાજયમાં ગ્રામ સ્વરાજ પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે ત્યારે આજે રાજકોટ ખાતે દિલ્હીના બે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કલેકટર કચેરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ સમગ્ર રાજયમાં હાલ ગ્રામ સ્વરાજ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે. જેમાં કેન્દ્ર-રાજય સરકારની યોજનાઓના લાભ અંગે લોકોને જાણકારી આપવાની સાથે-સાથે લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
વધુમાં ગ્રામ સ્વરાજ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ ટ્રાયબ્લ અફેર્સના ડિરેકટર નિવેદિતા મેડમ તથા ટુરીઝમના અન્ડર સેક્રેટરી રાજા કાર સાથે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,