પારડી, વીરપુર, ખોડલધામ, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, શાપર (વેરાવળ) ખાતે જનસમુદાય તેમજ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સ્વાગત કરાશે

જન-જનના આશીર્વાદ મેળવવા માટે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની જન આશીર્વાદ યાત્રા આવતીકાલે ગુરુવારે સવારે 9:30 કલાકે કુવાડવા ખાતે આગમન થશે. ત્યારબાદ પારડી, વીરપુર, ખોડલધામ(કાગવડ), જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી અને શાપર(વેરાવળ)નો પ્રવાસ કરશે.

આ તકે જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના વડપણ હેઠળ તથા જીલ્લા ભાજપ મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા,સાંસદ મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, પૂર્વ કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ તથા જીલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, પ્રદેશ કારોબારી સભ્ય ચેતનભાઈ રામાણી, દિનેશભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં સમગ્ર જીલ્લામાં પ્રવાસમાં સાથે જોડાશે.

કાલે સવારે કુવાડવા ખાતે સવારે 9:30 કલાકે મંત્રીનું સ્વાગત કરવામાં આવશે, સવારે 10:45 કલાકે મુ.પારડી,તા.લોધિકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે,સવારે 11:30 કલાકે મુ.વીરપુરમાં શિક્ષણમંત્રીના સ્વાગતમાં જીલ્લા દૂધ ડેરી ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાના હસ્તે કરાશે. બપોરે 12:30 કલાકે ખોડલધામ (કાગવડ) ખાતે લેઉવા પટેલ સમાજના અધ્યક્ષ નરેશભાઈ પટેલ તથા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નરેશભાઈ, રમેશભાઈ ટીલાળા તેમજ ખોડલધામના તમામ ટ્રસ્ટીઓ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવશે. મંત્રી ખોડલધામ મંદિર ખાતે ધ્વજા રોહણ કરી માં ખોડલના દર્શન કરી આર્શીવાદ પ્રાપ્ત કરશે. જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરવામાં આવશે.

જેતપુર શહેર ખાતે વિવિધ સમાજ તથા ડાંઇગ એસોસિએશન દ્વારા સ્વાગત કરાશે. સાંજે 5:00 કલાકે કોટડાસાંગાણીના દત્ત મંદિર ખાતે દર્શન તેમજ મંત્રીનું સ્વાગત તથા સન્માન કરવામાં આવશે. સાંજે 6:00 કલાકે શાપર(વેરાવળ) ખાતે મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં, આનંદી આશ્રમમાં  શાપર-વેરાવળના ઉદ્યોગપતિઓ અને શાપર-હડમતાળાના એશોસિએશનના પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવશે તથા મંત્રી સાથે ગોષ્ઠી કરશે.જનઆશીર્વાદ યાત્રાના રૂટમાં તમામ મંદિર, મઠ, ગુરુદ્વારાના સાધુ-સંતોના દર્શન કરી આશીર્વાદ મેળવશે. તેમજ સ્વતંત્ર સેનાની, શહીદોની પ્રતિમા તેમજ ધાર્મિક કે રાજકીય આગેવાનોની પ્રતિમા પર પુષ્પાંજલિ કરવામાં આવશે.

આ જનઆશીર્વાદ યાત્રામાં સામાજીક, વ્યાપારિક, રાજનીતિક, વિવિધ સમાજના સંગઠનો, સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જન આશીર્વાદ યાત્રા દરમ્યાન જનસંઘ તેમજ જુના ભાજપના આગેવાનો, સંઘ પરિવારના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવશે.

આ જન આશીર્વાદ યાત્રામાં સંગઠનના વરિષ્ઠ પદાધિકારી, પ્રભારીમંત્રીઓ, રાજ્ય સરકારના સ્થાનિક મંત્રીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો, સાસંદઓ, સંગઠનના હોદેદારો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ચૂંટાયેલા સદસ્યઓ, સહકારી સંસ્થાઓના આગેવાનો, સરપંચઓ તથા તમામ તાલુકાના કાર્યકર્તાઓને આ જન આશીર્વાદ યાત્રામાં જોડાઈને ભવ્ય સ્વાગત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.