કાયદાને સમર્થન આપી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતા સોની,સખીયા, મેતા, ઢોલ,બોઘરા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ, ધર્મસ્થાનો.  ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદે કબ્જે જમાવનાર ભૂમાફિયા તત્વોને ભરી પીવા માટે નવો એકટ ખરડો પસાર કરવાના નિર્ણયને રાજકોટ જીલ્લા ભાજપા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, જીલ્લા અધ્યક્ષ ડિ.કે. સખીયા, જીલ્લા મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરાએ વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા રાજયની શહેરી વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં જમીનોની માંગ ખુબ જ વધી છે. સાથો સાથ જમીનોના ભાવમાં પણ વધારો થયો છે. જેનાથી શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અને ઔદ્યોગિક વિસ્તારોની જમીનો પચાવી પાડવા ભૂમાફિયાઓ સક્રિય બન્યા છે. ભૂમાફિયાઓને ભરી પીવા સરકાર નવો કાયદો લાવીને કાયદેસરની જમીનના માલિકોનું રક્ષણ કરશે.રાજ્ય સરકારને ભૂમાફિયાઓની જાણ થતા જમીન પચાવી પડાવા પર કાયદો લાવી પ્રતિબંધ મુકવા અને આવી ગેરકાયદેસર પ્રવૃતિને કાયદાની જોગવાઇથી માત્ર સરકારી કે સતા મંળની માલિકોની જમીનોને જ નહિ પરંતુ ધાર્મિક સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તેવી પ્રવૃતિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ તેને ગુન્હેગાર ગણીને ૧૦થી ૧૪ વર્ષ સુધીની જેલ અને દંડને પાત્ર રહેશે તથા ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાથો સાથ જુગારના અડ્ડાઓ ચલાવનાર તેમજ જુગાર રમનાર ઉપરાંત દારૂની ભઠ્ઠી ચલાવનાર, દારૂ વેચનાર, દારૂ પીનારાઓ પ્રથમવાર પકડાશે તો પણ તેઓને પાસાના કાયદા હેઠળ સખ્તમાં સખ્ત સજા કરવાનો નિર્ણય કરીને અસામાજીક તત્વોને ભરી પીવા રાજય સરકાર કટિબદ્ધ બની છે.

ચો તરફ વિકાસયાત્રાને વેગવંતી બનાવવા અને ભૂમાફિયાઓને તેની ઔકાત બતાવી દેવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબીશન એકટ લાવીને ઝડપ કરાયેલી જમીન ખરીદનાર વેચનાર બંન્ને સખ્ત સજાની જોગવાઇ કરતા રાજકોટ જીલ્લા ભાજપાના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.