જીલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સીએએના જન જાગરણ અભિયાનના કાર્યક્રમના ઈન્ચાર્જોની જવાબદારી સોપાઈ

જાન્યુઆરી સુધી જીલ્લાના દરેક ગામોમાં ઘરે-ઘરે ‘નાગરિકતા સંશોધન કાયદા જન જાગૃતિ’ ચલાવવામાં આવશે

દેશભરમાં સીએએ નાગરિકતા સંશોધન અધિનિયમ -૨૦૧૯ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયાના માર્ગદર્શન હેઠળ સીએએ કાયદાના સમર્થનમાં જીલ્લાભરના ગામે-ગામ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકતા સંશાધન કાયદા જન જાગૃતિ અભિયાનના જીલ્લા ઇન્ચાર્જની જવાબદારી જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા તેમજ સહ ઇન્ચાર્જમાં જીલ્લા ઉપપ્રમુખ પરસોત્તમ સાવલિયા અને ઉપલેટા શહેરના પૂર્વ પ્રમુખ માધવજીભાઈ પટેલને સોપવામાં આવેલ છે.

આ તકે જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જેન્તીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જન જાગરણ અભીયાન વિષે જણાવ્યુ હતું કે તા.૨૯ ડિસેમ્બર થી ૧૨ જાન્યુઆરી સુધી જિલ્લાભરમાં સીએએના કાયદાના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો, સંમેલનો તેમજ જન જાગૃતિ રેલીઓના કાર્યક્રમો કરવામાં આવશે. નાગરિકતા સંશોધન કાયદો માનવધર્મને સર્વોપરી દર્શાવતો કાયદો છે. જેના માટે નરેન્દ્રભાઈ મોદી અને  અમિતભાઈ શાહનો આભાર માનીએ છીએ. આ કાયદો કોઈની નાગરિકતા છીનવી લેવાનો નથી. આ કાયદો નાગરિકતા આપવાનો છે. જે જન માનસ સુધી ભાજપ અને સંઘ પરિવાર કાર્યકર્તાઓ દ્વારા ઘર-ઘરનો સંપર્ક કરીને કાયદાઓ વિશે સમજણ આપશે. તેમ અંતમાં જણાવ્યું હતું.

7537d2f3

દરમ્યાન જન જાગરણ અભિયાનના જીલ્લા ઇન્ચાર્જ ભાનુભાઈ મેતા દ્વારા તાલુકા મંડલોના ઈન્ચાર્જો, સહ ઈન્ચાર્જોને જવાબદારી સોપવામાં આવેલ છે. નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત જીલ્લાના ગામે-ગામ ઘરેઘરનો સંપર્ક કરવામાં આવનાર છે.

તા.૨૯ ડિસેમ્બરથી ૧૨ જાન્યુઆરી નાગરિકતા સંશોધન કાયદા જન-જાગૃતિ અભિયાનના જીલ્લા તેમજ મંડલના ઇન્ચાર્જ સહ-ઇન્ચાર્જમાં ઉપલેટામાં  શહેર જીગ્નેશભાઈ ડેર, હિરેનભાઈ ગલાણી, મહાવીરસિંહ વાળા ઉપલેટા તાલુકો અતુલભાઈ બોરીચા, મહેન્દ્રભાઈ ભાલોડીયા, નાથાભાઈ સુવા, ભાયાવદર શહેર સરજુભાઈ માંકડિયા,  ભગવાનજીભાઈ પરસાણીયા, ધવલભાઈ ધમસાણીયા, ધોરાજી શહેર વિજયભાઈ બાબરીયા, કૌશિકભાઈ વાગડિયા,  તુષારભાઈ સોંદરવા, ધોરાજી તાલુકો રાજુભાઈ ડાંગર, જનકસિંહ જાડેજા, નીતિનભાઈ કણસાગરા, જામકંડોરણા તાલુકો ગૌતમભાઈ વ્યાસ, આશિષભાઈ કોયાણી, અશોકસિંહ વાઘેલા, જેતપુર શહેર વિપુલભાઈ સંચાણીયા, અમિતભાઈ ભીમાણી, મનુભાઈ અજાડા, જેતપુર તાલુકો વેલજીભાઈ સરવૈયા, સુભાષભાઈ બાંભરોલીયા, આર.કે.રૈયાણી, ગોંડલ શહેર અશોકભાઈ પરવાડીયા, પૃથ્વીસિંહ જાડેજા, કૌશિકભાઈ પડારીય, ગોંડલ તાલુકો જીતુભાઈ જીવાણી, યોગેશભાઈ કયાડા, ચિરાગભાઈ ગોલ, કોટડાસાંગાણી તાલુકો રવિરાજસિંહ જાડેજા, શૈલેશભાઈ વઘાસીયા, અમિતભાઈ પડારીયા, લોધિકા તાલુકો વિપુલભાઈ મોરડ, રાહુલકુમાર જાડેજા,  મિલનભાઈ કથીરિયા, રાજકોટ તાલુકો વિક્રમભાઈ ખીમાણીયા, ભરતભાઈ ડાભી, અરવિંદભાઈ પરિયા, પડધરી તાલુકો મનોજભાઈ પેઢડીયા, દિનેશભાઈ દુધાગરા, મુકેશભાઈ મૂંગલપરા, જસદણ શહેર ભરતભાઈ છાયાણી(બી.બી.સી.), પંકજભાઈ ચાંવ, જીગ્નેશભાઈ હીરપરા, જસદણ તાલુકો મનસુખભાઈ ડામશીયા, જેન્તીભાઈ સરવૈયા, રાજુભાઈ ચાવડા, વિંછીયા તાલુકો અંજનભાઈ ધોળકીયા, હનુભાઈ ડેરવાડિયા,અજયભાઈ બાવળિયાની નિમણૂંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.