જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાની જંગીલીડ સરસાઈથી વિજેતા બનતા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ કુંવરજીભાઈ બાવળિયાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની જીતએ પ્રજાની જીત છે. ગુજરાતના વિકાસની જીત છે, મતદારોએ કોંગ્રેસના ખાેટા વાયદા અને જુઠ્ઠાણાને જાકારો આપ્યો છે.
કોંગ્રેસના શાસનમાં જસદણ વિસ્તારને પછાત વિસ્તાર રાખીને જસદણ પ્રજાને પછાત રાખવાના કરતૂતો કરીને વિકાસના ફળ ફક્ત ને ફક્ત કોંગ્રેસના નેતાઓએ જ લીધા, કોંગ્રેસ ચૂંટણી આવે એટલે જ્ઞાતિવાદ,જાતિવાદ ઉભો કરી જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેર કરાવવાના કારસ્તાનો કરીને ચૂંટણીઓ જીતતા હોય છે.
પરંતુ આ વખતની જસદણની પેટાચૂંટણીમાં જસદણની પ્રજાએ કોંગ્રેસની ચાલને ફાવવા ન દીધી અને ગુજરાતમાં ભાજપાએ કરેલા વિકાસને લોકોએ મહોર મારી છે. આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ જીલ્લા ઉપરાંત ગુજરાતની તમામ સીટો ઉપર જ્વલંત વિજય પ્રાપ્ત કરશે. ભાજપાના વિજયના ખરા સારી મતદારો અને કાર્યકર્તાઓને આભારી છે. સર્વેનો આ તકે જીલ્લા ભાજપાના તમામ હોદેદારોએ આભાર વ્યક્ત કર્યો હતો.